GSTV

કોંગ્રેસ છોડનારા 5 ધારાસભ્યોએ ભગવો ધારણ કર્યો, ભાજપમાં જોડાયા બાદ કરેલાં સંબોધનમાં ધારસભ્યોની જીભ લપસી

Last Updated on June 27, 2020 by Mansi Patel

રાજયસભાની ચૂંટણી બાદ હવે પક્ષપલટાની મોસમમાં કોંગ્રેસ છોડનારા પાંચ ધારાસભ્યોએ ભાજપનો ભગવો ધારણ કર્યો છે. ધારીથી કોંગ્રેસના ધારાસભ્ય પદે ચૂંટાયેલા જે.વી.કાકડિયાને કમલમ ખાતે પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુ વાઘાણીએ ખેસ પહેરાવ્યો હતો. જે બાદ જે.વી. કાકડિયાની પણ જીભ લપસી હતી. તેમણે જણાવ્યુ હતુ કે, વિખવાદના કારણે ભાજપ છોડીને કોંગ્રેસમાં આવ્યો છુ. તો કરજણથી ધારાસભ્ય અક્ષય પટેલે પણ ભાજપનો ખેસ ધારણ કર્યો છે.

પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુ વાઘાણીએ અક્ષય પટેલને ભાજપનો ભગવો ધારણ કરાવ્યો. જે બાદ અક્ષય પટેલે મીડિયાને સંબોધન કરતા તેમની જીભ લપસી હતી. તેમણે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહની બદલે અમિત ચાવડાનો આભાર માન્યો.  તેઓ અમિત શાહની બદલે અમિત ચાવડા બોલી ગયા હતા. અક્ષય પટેલે જણાવ્યુ હતુ કે, દેશમાં કોંગ્રેસની હાલત ખરાબ છે. પક્ષમાં રહેવા માટે કોઈ મતલબ નથી. ભાજપના નેતાઓએ મારા વિસ્તારમાં કરોડોના કામ કર્યા છે. કોંગ્રેસમાં ધારાસભ્યોનું અસ્તિવ નથી. રાજ્યસભાની ચૂંટણી હોય ત્યારે કોંગ્રેસને ધારાસભ્યોની યાદ આવે છે.

READ ALSO

Related posts

Proud / ભારતીય સેના માટે ‘દ્રોણાગિરી’ સાબિત થશે આ એરક્રાફ્ટ, ખાસિયતો જાણીને ચીન-પાકિસ્તાન પડી જશે ઢીલા

Pritesh Mehta

ભારતીય રેલ / રેલવે મુસાફરો માટે મોટા સમાચાર! રેલવેએ નવી સેવા શરૂ કરી, હવે ટિકિટ બુકિંગ થયું ખૂબ જ સરળ

Vishvesh Dave

VIDEO / વિશ્વના આઠમા સૌથી ઊંચા શિખર પર ITBPના અધિકારીઓએ ફરકાવ્યો તિરંગો, જવાનોએ અદમ્ય સાહસ અને શોર્યનો કરાવ્યો પરિચય

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!