ગાંધીનગરમાં કોંગ્રેસ ધારાસભ્ય જસુ પટેલ મુખ્યમંત્રી કાર્યાલય – CMO બહાર ધરણા પર બેઠા છે. કોંગ્રેસ નેતા જસુ પટેલ બાયડના ધારાસભ્ય છે. બાયડ વિધાનસભા ખાતે રોડ રસ્તાઓના જોબકાર્ડ ન મળતા તેમણે રોષ વ્યક્ત કર્યો હતો અને આ માટે ધરણા બેસી ગયા છે. જસુ પટેલ મુખ્યમંત્રીના અંગત સચિવ અવંતિકા સિંઘની ઓફિસ બહાર ધરણા પર બેઠા છે.
ધારાસભ્ય જસુ પટેલ અચાનક ધરણાં પર ઉતરી જતા પોલીસ પણ મુંઝવણમાં મુકાઇ હતી. પોલીસે ધારાસભ્યને ઉઠાવવાનો ઘણો પ્રયાસ કર્યો હતો પણ ધારાસભ્ય એકના બે થયા નહોતા. ધારાસભ્ય જશુ પટેલ અગાઉ પણ આરોગ્ય આરોગ્ય કમિશનરની ઓફીસ સામે ઘરણાં પર બેઠા હતા.
ધારાસભ્યએ તેમના વિસ્તારમાં આરોગ્યકર્મીની બદલી માટે રજૂઆત કરી હતી. જો કે આરોગ્ય વિભાગે બે વર્ષથી ધક્કા ખવડાવ્યા હતા. ત્યારબાદ કંટાળીને ધારાસભ્ય જશુ પટેલ આરોગ્ય કમિશનરની ઓફીસ સામે ધરણા પર બેસી ગયા હતા.જો કે જશુ પટેલના વિરોધથી આરોગ્ય વિભાગે તત્કાલ મહિલાકર્મીની બદલી કરી હતી.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
આ પણ વાંચો
- ચાંદખેડામાં પ્રેમ-પ્રકરણમાં યુવતીના કાકા સહિત ત્રણ શખ્સોએ યુવાનનું કર્યું અપહરણ, નગ્ન કરીને ઢોર માર માર્યા બાદ છોડી મૂક્યો
- AHMEDABAD / બસમાં બાજુમાં બેઠેલા યુવકે નશાયુક્ત બિસ્કિટ ખવડાવી બેભાન કર્યા, સાડા ત્રણ લાખ લૂંટી લીધા
- રાજસ્થાનમાં કોંગ્રેસ કેમ હારી? જાણો મંથન બેઠકમાં શું બોલ્યા અશોક ગેહલોત અને રાહુલ ગાંધી
- INDIA ગઠબંધન આગામી 7-8 દિવસોમાં કરશે બેઠક, સીટ શેરિંગ સહિત આ મુદ્દાઓ પર થશે મંથન
- ઈલેક્ટ્રિક સ્કૂટરમાં બેટરીનું આયુષ્ય કેટલું છે, ખરાબ થાય તે પહેલા મળે છે આ સંકેતો