GSTV

ઘોડા છૂટયા બાદ તબેલાને તાળાં : આજે કોંગ્રેસના તમામ MLAને જયપુર ખસેડાશે, હજુ બે લાપતા !

Last Updated on March 16, 2020 by Mayur

રાજ્યસભાની ચૂંટણી પહેલા જ કોંગ્રેસના ચાર ધારાસભ્યોએ રાજીનામા આપતાં ગુજરાતનુ રાજકારણ ગરમાયુ છે.જોકે,ધારાસભ્યોને એકજૂટ રાખવામાં કોંગ્રેસ નેતાગીરી સદંતર નિષ્ફળ રહી છે ત્યારે પ્રભારી રાજીવ સાતવ અમદાવાદ દોડી આવ્યા છે. વર્તમાન રાજકીય પરિસ્થિતીને જોતાં ગુજરાત કોંગ્રેસના બધાય ધારાસભ્યોને હવે જયપુર ખસેડવામાં આવી રહ્યાં છે. આવતીકાલ સુધી બધાય ધારાસભ્યો જયપુર પહોંચશે. આ તરફ, કોંગ્રેસના હજુ બે ધારાસભ્યો સંપર્કવિહોણા બન્યાં છે. જેમનો અત્યાર સુધી કોઇ અતોપતો નથી. આ જોતાં હજુય રાજીનામા પડે તેવી રાજકીય અટકળોએ વેગ પકડયું છે.

રાજીવ સાતવ દોડાદોડી

ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી પહેલાં પક્ષપલટાનો ફરી દોર જામ્યો છે. અત્યાર સુધીમાં ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા, સોમા ગાંડા પટેલ, પ્રવિણ મારૂ અને જે.વી.કાકડિયાએ કોંગ્રેસમાંથી રાજીનામુ ધરી દીધું છે. હજુય રાજીનામા પડે તેવી સ્થિતી ઉભી થઈ છે, ત્યારે પ્રભારી રાજીવ સાતવ અમદાવાદ દોડી આવ્યાં છે અને તેમણે પ્રદેશ નેતાઓ સાથે બેઠક યોજીને ડેમેજ કંટ્રોલની કવાયત શરૂ કરી છે પણ ઘોડા છૂટયા પછી તબેલાને તાળુ મારવા જેવો ઘાટ સર્જાયો છે.

પંદરેક ધારાસભ્યો ગૃહમાં હાજરી આપશે

ગઇકાલે 14 કોંગ્રેસી ધારાસભ્યો જયપુરમાં શિવવિલાસ રિસોર્ટ પહોંચ્યાં છે.આજે રાજકીય પ્રવાહી પરિસ્થિતી વચ્ચે વધુ 15 ધારાસભ્યોને જયપુર લઇ જવાયા છે.અત્યાર સુધી એવુ નક્કી કરાયુ હતું. વિધાનસભા સત્ર ચાલુ હોવાથી પંદરેક ધારાસભ્યો ગૃહમાં હાજરી આપશે પણ કોંગ્રેસને ભય પેઠો છે કે, કયાંક ભાજપ કોંગ્રેસના વધુ ધારાસભ્યોને પક્ષપલટો ન કરાવે.

જયપુર ખસેડવા તૈયારી

આ જોતા હવે આવતીકાલ સાંજ સુધીમાં બધાય ધારાસભ્યોને જયપુર ખસેડવા તૈયારીઓ થઇ રહી છે. દરમિયાન, એવુ જાણવા મળ્યું છેકે, કપરાડાના ધારાસભ્ય જીતુ ચૌધરી પણ ગઇકાલથી કોંગ્રેસના નેતાઓના સંપર્કમાં નથી. જયારે ડાંગના ધારાસભ્ય મંગળ ગામિત પણ શક્તિસિંહ ગોહિલ અને ભરત સોલંકીએ ફોર્મ ભર્યા ત્યાર પછી સંપર્કવિહોણાં બન્યાં છે.

મોબાઈલ ઠપ્પ

આ બંને ધારાસભ્યોના મોબાઇલ ફોન સ્વીચ ઓફ આવી રહ્યાં છે. સૂત્રો કહી રહ્યાં છેકે, બંને ધારાસભ્યો રાજીનામા આપી શકે છે. બીજી તરફ,કોંગ્રેસના નેતાઓ આ વાતને રાજકીય અફવા ગણાવી રહ્યાં છે. આ બધીય પરિસ્થિતી વચ્ચે હવે વિધાનસભા સત્રમાં 26મી માર્ચ સુધી કોંગ્રેસના ધારાસભ્યોની ગેરહાજરી જણાશે તે વાત નક્કી છે.

READ ALSO

Related posts

ઉંઘતુ તંત્ર / અમદાવાદના આ વિસ્તારમાંથી હજુ સુધી નથી દૂર કરાઇ જર્જરિત ટાંકી, દુર્ઘટના સર્જવવાની ભીતિ

Zainul Ansari

ભવિષ્યવાણી / દેશમાં ચાલુ મહિને ત્રાટકી શકે છે કોરોનાની ત્રીજી લહેર, નિષ્ણાતોએ આ અંગે આપી મોટી ચેતવણી

Zainul Ansari

જુનાગઢ / પ્રજાના 22 કરોડ રૂપિયાના ખર્ચે બનાવેલા રોડ-રસ્તા દોઢ મહિનામાં સ્વાહા, ‘ભ્રષ્ટાચાર મુક્ત કોર્પોરેશન’ ફક્ત નારો

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!