જૂનાગઢના વિસાવદર ભેસાણના ધારાસભ્ય હર્ષદ રિબડીયા રત્ન કલાકારોની સાથે હીરા ઘસતા હોય તેઓ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. હર્ષદ રિબડીયા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કિસાન સેલના પ્રમુખ છે. તેઓ અવાર નવાર ખેડૂતોના પ્રશ્ને ખેડૂતના પહેરવેશમાં સરકાર સામે વિરોધ પ્રદર્શન કરતા રહે છે. જાણકારોના જણાવ્યા પ્રમાણે હર્ષદ રિબડીયા અગાઉ પોતે એક સારા રત્નકલાકાર પણ હતા. બાદમાં રાજનીતિમાં આવ્યા અને ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે.