જસદણમાં કુંવરજી બાવળીયા સામે કોંગ્રેસના આ પાટીદાર MLAએ પણ ફોર્મ ઉપાડ્યું

જસદણ વિધાનસભાની પેટા ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર હજુ જાહેર થયા નથી. પણ કોંગ્રેસ હાઈકમાન એક પછી એક સોગઠા ગોઠવી રહી છે. ત્યારે ધોરાજીના ધારાસભ્ય લલિત વસોયાએ પણ પેટાચૂંટણીનું ફોર્મ ઉપાડતા રાજનીતિમાં નવી અટકળોનો દોર શરૂ થયો છે. જસદણ બેઠક પર કોળી બાદ પાટીદાર મતો નિર્ણાયક છે ત્યારે વસોયાએ ફોર્મ ઉપાડવા નવી જ ઉત્તેજના ફેલાઈ છે. લલિત વસોયાએ હાઈકમાનના આદેશથી ફોર્મ ઉપાડ્યું છે. આમ તો કોંગ્રેસે તમામ પાંચ દાવેદારોને ફોર્મ તૈયાર રાખવા કહ્યું છે ત્યારે હવે મેન્ડેટ કોને આપે છે તે જોવું રહ્યું.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter