બાયડમાં કોંગ્રેસના MLA શહીદ પરિવારો માટે આગળ આવ્યા, પોતાની યથાશક્તિ રજૂ કરી

બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ 3 મહિનાનો પગાર શહીદોના પરિજનોને અર્પણ કરીને દેશ પ્રત્યે પોતાની ભાવના પ્રગટ કરી છે. નોંધનીય છે કે પુલાવામામાં આતંકી હુમલામાં શહીદ થયેલા જવાનોના પરિજનો તમામ ક્ષેત્રમાંથી લોકો યથાશકિત આર્થિક મદદ કરી રહ્યા છે. જેમાં હવે ગુજરાતના ધારાસભ્યો પણ તેમની રીતે મદદ માટે આગળ આવ્યા છે. જે પૈકી બાયડ ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ 3 મહિનાનો પગાર આપીને શહિદોના પરિવારજનો પ્રત્યે સાંત્વના પ્રગટ કરી છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter