કોંગ્રેસ ઉંઘતી ઝડપાઈ અને ભાજપે ખેલ પાડી દીધો, છેલ્લે સુધી કહ્યું નથી નારાજગી

લોકસભા ચૂંટણી પહેલા ગુજરાત પ્રદેશ કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે. પાટીદારોના ગઢ ઉંઝાથી કોંગ્રેસના ધારાસભ્ય ડૉકટર આશા બહેને પટેલે રાજીનામુ આપ્યુ છે. આશા બહેન પટેલે સ્પીકર સાથે મુલાકાત કરીને ધારાસભ્ય પદેથી રાજીનામુ આપ્યુ છે. તો, સોશિયલ મીડિયા સાઈટ ફેસબુક પર પાર્ટીમાંથી રાજીનામુ આપતા હોવાની પોસ્ટ મુકી છે. કોંગ્રેસ આ મામલે ઊંઘતી ઝડપાઈ છે અને ભાજપે ખેલ પાડી દીધો છે. તેઓ ભાજપમાં જોડાય તેવી સંભાવના છે. જેઓએ રાહુલ ગાંધી પર સવાલો ઉઠાવતાં તેઓ ભાજપમાં જોડાઈ રહ્યાં હોવાની હવા ચાલી રહી છે. કોંગ્રેસ આ મામલે ઉંઘતી ઝડપાઈ છે.

હાલમાં ગુજરાત કોંગ્રેસમાં કકળાટ ચાલી રહ્યો છે

હાઈકમાન્ડ અને સ્થાનિક કોંગ્રેસ નેતાઓ તેઓ નારાજ ન હોવાનું કહી રહ્યાં હતાં ત્યાં આશાબેન સ્પીકર પાસે પહોંચ્યા હતા. ભાજપે પણ ખેલ પાડવાનું નક્કી કરી તાત્કાલિક સ્પીકરે રાજીનામું લઇ મંજૂર કરી લીધું હતું. આમ કોંગ્રેસ પાસે આશાબેનને મનાવવાનો ટાઇમ જ મળ્યો ન હતો. આશાબેને લોકસભાની મહેસાણાની સીટ માગી હોવાની પણ ચર્ચા હતા. હાલમાં ગુજરાત કોંગ્રેસમાં કકળાટ ચાલી રહ્યો છે. કચ્છમાંથી પણ રાજીનામા પડે તેવી સંભાવનાઓ વ્યક્ત કરાઈ રહી છે. કોંગ્રેસમાં ટીકિટ મામલેનો અસંતોષ સતત વધી રહ્યો છે. જેનો ભાજપ ફાયદો ઉઠાવી રહી છે. ભાજપના વાઘાણીએ તાત્કાલિક પ્રેસ કોન્ફરન્સ કરી આશાબેનનું ભાજપમાં જોડાય તો સ્વાગત હોવાનું કહી આડકતરો ભાજપમાં જોડાવાનો ઇશારો કરી દીધો હતો. કોંગ્રેસને આશાબેન આટલી ઝડપથી રાજીનામું આપી દેશે તેવી આશા નહોતી પણ હવે કોંગ્રેસની આશા ભાજપમાં નથી તે વાસ્તવિકતા છે.

રાહુલ ગાંધીને ટાર્ગેટ બનાવાયા

કોંગ્રેસમાંથી રાજીનામુ આપાનારા આશા પટેલે પાર્ટીમાંથી પણ રાજીનામું આપ્યું છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને સંબોધીને તેઓએ રાજીનામાનો પત્ર લખ્યો છે. આ પત્ર તેઓએ ફેસબુક પેજ પર મુક્યો છે. આ પત્રમાં તેઓએ રાહુલ ગાંધી પર સવાલ ઉઠાવ્યા છે. તો સાથે જ પીએમ મોદીના વખાણ કર્યા છે. સુત્રનો મતે તેઓ ભાજપમાં જોડાઈ શકે છે. ગત વિધાનસભા ચૂંટણીમાં પાટીદારોના ગઢ ગણાતા મહેસાણાના ઉંઝામાંથી ભાજપના નારણભાઈ પટેલ સામે કોંગ્રેસે ડૉકટર આશાબહેનને મેદાને ઉતાર્યા હતા અને તેઓની જીત થઈ હતી.

ભાજપે તાત્કાલિક રાજીનામું સ્વીકારી લીધું

કોંગ્રેસના ધારાસભ્ય પદે રહેલા આશાબહેન પટેલ પાર્ટીથી નારાજ મનાતા હતા. તેઓ આજે સવારે પરિવારના કેટલાક સભ્યો સાથે ગાંધીનગર ખાતેના પ્રધાનોના બંગલે પહોંચ્યા હતા. ત્યાં સ્પીકર રાજેન્દ્ર ત્રિવેદી સાથે મુલાકાત કરી હતી. જે બાદ સવારે 10 વાગીને 10 મિનિટે શાંત ચિતે ધારાસભ્ય પદેથી સ્વૈચ્છિક રાજીનામુ આપ્યુ હતુ. બીજીતરફ, સ્પીકરે પોતાની ઓફિસ પહોંચીને આ રાજીનામાની કોપી સચિવને આપી હતી. આશાબહેન પટેલનું સ્પીકરે રાજીનામુ સ્વીકાર્યુ હતુ. વાઘાણીએ પણ આશાબેનનું કોંગ્રેસમાં સ્વાગત હોવાનું કહી ભાજપમાં જોડાવવાનો ઇશારો કરી દીધો છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter