GSTV
Home » News » રાયબરેલી સદરના કોંગ્રેસના ધારાસભ્ય અદિતી સિંહે હુમલા બાદ આપ્યું ચોકાવનારું નિવેદન, યુપીમાં ગુંડારાજ

રાયબરેલી સદરના કોંગ્રેસના ધારાસભ્ય અદિતી સિંહે હુમલા બાદ આપ્યું ચોકાવનારું નિવેદન, યુપીમાં ગુંડારાજ

ઉત્તરપ્રદેશમાં રાયબરેલી સદરના કોંગ્રેસના ધારાસભ્ય અદિતી સિંહે આરોપ લગાવ્યો છે કે જિલ્લા પંચાયતના પ્રમુખ અવધેશ સિંહે તેમના પર જીવલેણ હુમલો કરાવ્યો હતો. પરંતુ તંત્ર દ્વારા આ મામલે કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી. જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ભાગ લેવા જઇ રહેલા સભ્ય રાકેશ અવસ્થી અને ધારાસભ્ય અદિતી સિંહ અલગ અલગ વાહનમાં જતાં હતા ત્યારે બછરાવા ટોલ નાકા પાસે રાકેશ અવસ્થીનું વાહન કેટલાક દબંગોએ રોકી લીધુ હતુ અને હુમલો કર્યો હતો.

સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ હતી. આ દરમિયાન આ દબંગોએ અદિતી સિંહના વાહનનો પણ પીછો કર્યો હતો જેના કારણે અદિતીનું વાહન રાયબરેલીના હરચંદપુર વિસ્તારમાં અનિયંત્રીત થઇને પલટી ગયું હતુ. અદિતીનો આરોપ છે કે તેની પાછળ ગુંડા પડ્યા હતા. તેઓ હુમલો કરવા આવ્યા હતા જેથી તેના વાહનનો અકસ્માત થયો હતો.

READ ALSO

Related posts

ન્યૂયોર્કમાં ઈલાજ કરાવી રહેલાં ઋષિ કપૂરને મળવા પહોંચ્યા નીતા-મુકેશ અંબાણી

Mansi Patel

પશ્વિમ બંગાળમાં મતદારોને લોભાવવા ટીએમસી કર્યું કઈક આવું, ત્યાં જ…

Nilesh Jethva

વિવાહ પહેલા અઘરણી: અમેરિકામાં મોદી ભક્તોએ જીતની ઉજવણી નક્કી કરી આમંત્રણ પત્રિકા છપાવી

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!