GSTV
Home » News » CAA-NCR મુદ્દે કોંગ્રેસ માટે ‘એક તો કારેલું ને પાછું લીમડે ચઢયું’ જેવો ઘાટ, 14 પક્ષોનો સાથ 4 પક્ષનો નનૈયો

CAA-NCR મુદ્દે કોંગ્રેસ માટે ‘એક તો કારેલું ને પાછું લીમડે ચઢયું’ જેવો ઘાટ, 14 પક્ષોનો સાથ 4 પક્ષનો નનૈયો

રાજધાની દિલ્હીમાં કોંગ્રેસની આગેવાનીમાં વિપક્ષી દળોની બેઠક થઈ હતી. કોંગ્રેસનાં અંતરિમ અધ્યક્ષ સોનિયા ગાંધીની આગેવાનીમાં બોલાવેલી આ બેઠકમાં અડધા ડઝન કરતા વધારે વિપક્ષી દળો સામેલ થયા હતા. મહારાષ્ટ્રમાં કોંગ્રેસની સાથે સરકાર ચલાવી રહેલી શિવસેનાને આ બેઠકમાં આમંત્રણ આપવામાં આવ્યુ ન હતુ.

જવાહર લાલ નહેરુ યૂનિવર્સિટીમાં થયેલી હિંસા, નાગરિકતા સંશોધન એક્ટ પર વિરોધ અને દેશમાં હાલની પરિસ્થિતી ઉપર કોંગ્રેસે વિપક્ષોની બેઠક બોલાવી હતી. સીએએ મુદ્દે કેન્દ્ર સરકારને ઘેરવા માટે કોંગ્રેસે સમાન વિચારધારા વાળી પાર્ટીઓને એક સાથે આવવા માટે આમંત્રણ મોકલ્યુ હતુ. આ બેઠક કરવા મુદ્દે કોંગ્રેસ વર્કિંગ કમિટીમાં નિર્ણય યોજવામાં આવ્યો હતો. અત્યાર સુધી અને વિપક્ષી પાર્ટીઓએ મોદી સરકારની સામે અવાજ ઉઠાવ્યો છે.

આ બેઠકમાં ટીએમસી, બસપા, આપ પાર્ટીએ બેઠકમાં સામેલ થવાનો ઈન્કાર કર્યો છે. અને શિવસેના પણ બેઠકમા સામેલ થવાની નથી. જોકે, સીપીએમ, સીપીઆઈ, રાજદ સહિતની પાર્ટીઓ બેઠકમાં સામેલ થઈ હતી. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પણ આ બેઠકમાં હાજર રહ્યા હતા. ઝારખંડમાં સરકારની રચના બાદ રાહુલ ગાંધી પહેલીવાર કોઈ સાર્વજનિક કાર્યક્રમમાં ગયા હતા.

બેઠકમાં કંઈ-કંઈ પાર્ટીઓ થઈ સામેલ?

આ બેઠકમાં કોંગ્રેસ, સીપીએમ, સીપીઆઈ, રાજદ, એનસીપી, AIUDF, RLD, HAM, IUML, RLSP, કેરળ કોંગ્રેસ, આરએસપી, જેએમએમ પાર્ટીઓ સામેલ થઈ હતી. તો બસપા, ડીએમકે, ટીએમસી અને સપાને આમંત્રણ આપ્યુ હોવા છતાં પાર્ટીઓ બેઠકમાં સામેલ થઈ ન હતી. જ્યારેકે, શિવસેના અને આમ આદમી પાર્ટીને આમંત્રણ આપવામાં આવ્યુ ન હતુ.

READ ALSO

Related posts

દિલ્હીમાં હિંસા વચ્ચે જોવા મળ્યુ કોમી એકતાનું ઉદાહરણ, મુસ્લિમોએ માનવ સાંકળ રચી આ રીતે દર્શાવી એકતા

Arohi

પીએમ-કિસાન યોજના: 3 લાખની સૌથી સસ્તી લોનનો રસ્તો સાફ, 55 લાખ લોકોને મળશે કિસાન ક્રેડિટ કાર્ડનો લાભ

Bansari

તાપસી પન્નુની ‘થપ્પડ’ના પડ્યા પડઘા, પહેલા જ દિવસે હલાવી દીધુ બોક્સ ઓફિસ

Arohi
Do NOT follow this link or you will be banned from the site!