GSTV

બિહાર માટે કોંગ્રેસનો ચૂંટણી ઢંઢેરો: સત્તામાં આવશું તો બેરોજગારોને આપશું દર મહિને આટલા રૂપિયા

કોંગ્રેસ દ્વારા બિહાર ચૂંટણીને લઈને વચનોની લ્હાણી કરી છે. કોંગ્રેસે જાહેરાત કરી છે કે સત્તા પર આવશે તો ખેડૂતોએ મફત વીજળી અને દેવા માફ કરવાનો વાયદો કર્યો છે. કોંગ્રેસે બુધવારે પટનામાં પાર્ટીનો ઘોષણા પત્ર જાહેર કર્યો છે. આ વખતે કોંગ્રેસે પોતાના ચૂંટણી ઢંઢેરાને બિહાર પરિવર્તન નામ આપ્યું છે.

કોંગ્રેસનો ચૂંટણી ઢંઢેરો

ખેડૂતોના દેવા માફ કરાશે

કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલે જણાવ્યું છે કે પાર્ટી સત્તામાં આવશે તો ખેડૂતોના દેવા માફ કરશે અને વીજ બિલ પણ માફ કરશે. આ ઉપરાંત ખેડૂતોને પાકની યોગ્ય કિંમત આપવા માટે પણ કામ કરશે. તેમને જણાવ્યું કે પંજાબની જેમ કેન્દ્રના કાયદાને રદ્દ કરવામાં આવશે. જો ખેડૂત ટ્રેક્ટર ખરીદે છે તો તેનું નિઃશુલ્ક રજીસ્ટ્રેશન કરવામાં આવશે.

નોકરી ન મળે ત્યાં સુધી આર્થિક સહાય

કોંગ્રેસના નેતા રાજ બબ્બરે જણાવ્યું છે કે જો કોંગ્રેસ સત્તામાં આવે છે તો નોકરી ન મળે ત્યાં સુધી બેરોજગારોને દર મહિને 1500 રૂપિયા આપશે. તેમને જણાવ્યું કે નવી સરકાર પહેલી જ કેબિનેટ મિટિંગમાં 10 લાખ નોકરીઓ આપવા પર નિર્ણય કરશે. રાજ બબ્બરે જણાવ્યું કે હાલની સરકારે યુવાનો સાથે છેતરપિંડી કરી છે અને યુવાનો તેનો જવાબ આપશે. તેમને જણાવ્યું કે નવી સરકાર રોજગાર માટે સર્વે કરાવશે અને કેમ્પ લગાવી ને રોજગાર આપવામાં આવશે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

લવ જેહાદ પર યોગી સરકારનું સૌથી મોટું પગલું: છેતરપિંડીથી ધર્મપરિવર્તન કરાવનારને થશે 10 વર્ષની સજા

pratik shah

ભારત સાથેની વાટાઘાટો વચ્ચે ચીને પોતાના સૈનિકો માટે હજારો ટન સામાન ભરેલી સેંકડો ટ્રકો લદ્દાખ બોર્ડર મોકલી

Nilesh Jethva

રાજધાની દિલ્હીમાં ઠંડીએ 17 વર્ષનો રેકોર્ડ તોડ્યો, આગામી બે દિવસમાં કમોસમી વરસાદની આગાહી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!