GSTV
Home » News » કોંગ્રેસે જસદણ બેઠક માટે સસ્પેન્શ જાળવ્યું : આ 5 દાવેદારોએ લીધા ફોર્મ, કરાવી નોટરી

કોંગ્રેસે જસદણ બેઠક માટે સસ્પેન્શ જાળવ્યું : આ 5 દાવેદારોએ લીધા ફોર્મ, કરાવી નોટરી

એક તરફ જસદણ વિધાનસભા પેટાચૂંટણીને લઇને ભાજપના ઉમેદવાર નક્કી છે. પરંતુ કોંગ્રેસ હજુ સુધી પોતાનો ઉમેદવાર નક્કી કરી શકી નથી. કોંગ્રેસ જસદણ ચૂંટણીમાં પોતાના ઉમેદવારને લઇને અસમંજસમાં છે. પેનલમાં મોકલેલા પાંચેય દાવેદારોને ફોર્મ તૈયાર રાખવા હાઇકમાન્ડે આદેશ આપ્યો છે. ઉમેદવારોની છેલ્લી ઘડીએ પસંદગી કરીને ભૂલો કરવાની કોંગ્રેસની પરંપરા હજુ પણ યથાવત રહી છે. જસદણ વિધાનસભા પેટાચૂંટણી માટે સોમવારે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ છે. જસદણ પેટા ચૂંટણીના રાજકીય ઘસામાણ વચ્ચે કોંગ્રેસે પણ કમર કસી છે. જસદણ બેઠક પરથી કોંગ્રેસના  ભોળાભાઈ ગોહીલે પણ ફોર્મ લીધા છે.  કોંગ્રેસ અવસર નાકીયા,  મનસુખ ઝાપડિયા, વિનુધડુક  અને ગજેન્દ્ર રામાણીમાંથી કોઈપણ એક ઉમેદવારને ટિકિટ આપી શકે છે. આ તમામ નામોમાંથી અવસર નાકીયાનું નામ  સૌથી  મોખરે ચાલી રહ્યુ છે. જસદણ બેઠક પર અત્યારસુધીમાં કુલ 53 લોકોએ ફોર્મ લીધા છે.  કોંગ્રેસને અપક્ષ ઉમેદવાર ઉભો રહે તેવો ડર છે. ભાજપ આ માટે પ્રયત્નો પણ કરી રહી છે. અાખરી તબક્કે એક ઉમેદવારને ફોર્મ ભરવાનું કહેવામાં અાવશે. કોંગ્રેસે જસદણ બેઠક માટે સસ્પેન્શ જાળવી રાખ્યું છે.

બાવળિયાએ શક્તિ પ્રદર્શન કરી ભર્યું ફોર્મ

પ્રતિષ્ઠાનો જંગ બનેલી જસદણ બેઠક પરથી કુંવરજી બાવળીયાએ ફોર્મ ભર્યુ છે.  કુંવરજી બાવળીયાના ડમી તરીકે તેમના પત્ની પારૂલબહેન બાવળીયાએ પણ ફોર્મ ભર્યુ છે. આ પ્રસંગે તેમની સાથે કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવીયા, પુરષોત્તમ રૂપાલા અને ભરત બોઘરા હાજર રહ્યા હતા. બાવળીયાએ પક્ષ પલટો કરતા જસદણ વિધાનસભાની બેઠક પર પેટા ચૂંટણી યોજાઈ રહી છે. કુંવરજી બાવળીયાએ ફોર્મ ભરતા પહેલા જસદણમાં ભાજપના નેતાઓ સાથે મોટી રેલી કાઢી હતી. આ પહેલા ભાજપના નેતાઓએ સભા પણ સંબોધી હતી.. જેમાં રાજકોટ સહિત અન્ય ગ્રામ્ય વિસ્તારોમાંથી ભાજપના કાર્યકરો ઉમટ્યા હતા. પેટાચૂંટણી પહેલા કોંગ્રેસને બેકફૂટ પર ધકેલવા ભાજપે પણ રણનીતિ તૈયાર કરી છે. જસદણ બેઠક કોંગ્રેસની પરંપરાગત બેઠક ગણવામાં આવે છે. ત્યારે જસદણ બેઠક પર જીત મેળવવા માટે ભાજપ અને કોંગ્રેસ એટી ચોટીનું જોર લગાવશે. કોંગ્રેસ ઉમેદવારી નોંધાવવાના અંતિમ દિવસોમાં ઉમેદવારની જાહેરાત કરે તેવી શક્યતા છે. ટિકિટ વહેંચણીમાં વિખવાદને ટાળવા છેલ્લી ઘડીએ નામ જાહેર થવાની શક્યતા જોવાઈ રહી છે.

ભાજપ અપક્ષ ઉમેદવાર ઉભો કરાવવાનો કરશે પ્રયાસ

બાવળિયા સામે કોંગ્રેસે પણ કોળી સમાજનો ઉમેદવાર જાહેર કરે તેવી સંભાવના છે. ગઈકાલે તમામ બાબતો ફાયનલ થઈ ગઈ હતી. અમિત ચાવડાએ પણ 28મીએ જસદણ પેટાચૂંટણીનો ઉમેદવાર જાહેર કરીશું તેવી જાહેરાત કરી હોવા છતાં તેઓ નામ જાહેર કરી શક્યા નથી. જસદણની પેટા ચૂંટણી માટે પાટીદાર અને કોળી દાવેદારો વચ્ચે કોંગ્રેસ અટવાઈ ગઈ છે.
કોંગ્રેસને ડર એ છે કે, નામ જાહેર થયા બાદ ભાજપ સળી કરીને દાવેદાર ઉમેદવારને અપક્ષ તરીકે ઉભો કરશે. જેને પગલે કોંગ્રેસના વોટ કપાય અને ભાજપ વનવે બહાર નીકળી જાય. ભાજપ પણ કોંગ્રેસના ઉમેદવાર જાહેર થવાની રાહ જોઈને બેઠી છે. કોંગ્રેસે લાલજી મેરને ભાજપમાંથી તોડી કોળી મતદારોને આકર્ષિત કરવાનો પ્રયાસ કર્યો છે.

Related posts

ડોક્ટરોની ઘોર બેદરકારી : મહિલાની પ્રસુતિ બાદ તબીબો … ભૂલી ગયા

Nilesh Jethva

શક્તિસિંહ ગોહિલે સીએમ રૂપાણીને પત્ર લખી આ સંસ્થા સામે રાષ્ટ્રદ્રોહનો ગુન્હો નોંધવા માંગ કરી

Nilesh Jethva

ઉદ્યોગોનો વ્યાપ વધારવા ગુજરાત સરકારે લીધો મોટો નિર્ણય, બિનખેતીની પ્રક્રિયા થશે સરળ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!