GSTV

કોંગ્રેસ એક્શન મોડમાં : 3 રાજ્યોમાં એકલા હાથે લડશે ચૂંટણી, કરી આ જાહેરાત

Congress party

Last Updated on June 19, 2019 by Mayur Vora

કોંગ્રેસમાં પ્રિયંકા ગાંધીની એન્ટ્રી બાદ કોંગ્રેસ એક્શન મોડીમાં આવી છે. આ સાથે કોંગ્રેસના વલણમાં બદલાવ પણ થયો છે. કોંગ્રેસ આંધ્ર પ્રદેશ, ઉત્તર પ્રદેશ અને પશ્વિમ બંગાળમાં એકલા હાથે  ચૂંટણી લડશે.  કોંગ્રેસે એકલા હાથે વિધાનસભા અન લોકસભાની ચૂંટણી લડવાની જાહેરાત આંધ્ર પ્રદેશમાં કરી છે. એટલે કે, કોંગ્રેસ આંધ્ર પ્રદેશમાં ચંદ્રબાબુ નાયડુ સાથે ગઠબંધન નહી કરે.  આંધ્ર પ્રદેશમાં કોંગ્રેસનું કોઈ અસ્તિત્વ નથી તેમ છતા કોંગ્રેસે આ પ્રકારનો નિર્ણય લીધો છે.

આંધ્ર બાદ ઉત્તર પ્રદેશમાં પણ કોંગ્રેસ બસપા અને સપાના ગઠબંધન બાદ  એકલા હાથે ચૂંટણી લડશે.  પશ્વિમ બંગાળમાં મમતા બેનર્જીએ વિપક્ષની રેલી આયોજિત કરી  હતી. આ રેલીમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી ગેરહાજર રહ્યા હતા. પરંતુ કોંગ્રેસમાંથી અભિષેક મનુ સિંઘવી અને મલ્લિકાઅર્જુન ખડગેએ હાજરી આપી હતી. ગત દિવલે કોંગ્રેસના નેતા ગૌરવ ગોગોઈએ જણાવ્યુ હતુ કે,  મમતા બેનર્જી નથી ઈચ્છતા કે રાહુલ ગાંધી પીએમ બને. મમતા બેનર્જીના વલણ બાદ કોંગ્રેસે પશ્વિમ બંગાળમાં પણ એકલા હાથે  ચૂંટણી લડવાની તૈયારી શરૂ કરી  છે.

Related posts

ડ્રેગનની દગાખોરી / એક તરફ વાતચીતનો ઢોંગ, બીજી તરફ સરહદી વિસ્તારમાં સતત કરી રહ્યું છે નિર્માણ કાર્ય

Zainul Ansari

યોગીનો માસ્ટરસ્ટ્રોક / વિધાનસભા ચૂંટણી પહેલા જ આ નિર્ણય લઈને ખેડૂતોને આકર્ષવાનો પ્રયાસ

Pritesh Mehta

PHOTOS / નવા સંસદ ભવનના નિર્માણ સ્થળે વડાપ્રધાન મોદીની સરપ્રાઇઝ એન્ટ્રી, ચાલી રહેલા કાર્યોનું કર્યું નિરીક્ષણ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!