GSTV

કોંગ્રેસ વિધાનસભા પક્ષની બેઠકમાં 2 ઠરાવો પસાર, સોનિયા ગાંધી પંજાબના નવા મુખ્યમંત્રીની કરશે પસંદગી

Last Updated on September 19, 2021 by Vishvesh Dave

પંજાબમાં મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે રાજીનામું આપ્યા બાદ કોંગ્રેસના ધારાસભ્યો દળની બેઠક યોજાઈ હતી. જેમાં 80 માંથી 78 ધારાસભ્યો હાજર રહ્યાં હતા. ધારાસભ્ય દળની બેઠક બોલાવવા મુદ્દે કેપ્ટન અમરિંદર સિંહે સવારે જ નારાજગી જાહેર કરી હતી અને તેઓ આ બેઠકથી દૂર રહ્યાં હતા.

ધારાસભ્ય દળની બેઠકમાં બેઠકમાં 2 પ્રસ્તાવ પાસ કર્યા હતા. આ સાથે નવા મુખ્યમંત્રીનું નામ કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધી નક્કી કરશે તેમ પંજાબના પ્રભારી હરીશ રાવતે જણાવ્યું હતું.

કેપ્ટન અમરિંદર સિંહના રાજીનામા બાદ પંજાબના નવા મુખ્યમંત્રી સુનીલ જાખડનું નામ સૌથી આગળ ચાલી રહ્યું છે. તેઓ પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ રહી ચૂક્યા છે. આ ઉપરાંત તેઓ 2012 થી 2017 દરમિયાન વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા પણ રહ્યાં છે.

ALSO READ

Related posts

શું ભારતની રસી ઇમરજન્સીના ઉપયોગ માટે મંજૂર કરવામાં આવશે? WHO આગામી 24 કલાકમાં લેશે મહત્વનો નિર્ણય

Vishvesh Dave

અલર્ટ / કોરોના વાઈરસના AY.4.2 વેરિએન્ટને લઇ ભારત સતર્ક, આરોગ્ય મંત્રીએ કહ્યું- ચાલી રહી છે તપાસ

Zainul Ansari

‘આજે સાચુ બોલવાની કોઈ હિમ્મત નથી કરી રહ્યા’, રાજકારણ હવે વેપાર: સત્યપાલ મલિક કોના પર સાધી રહ્યા છે નિશાન

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!