GSTV
Gujarat Government Advertisement

દિલ્હી હિંસાના વિરોધમાં સડક પર ઉતરી કોંગ્રેસ, પ્રિયંકા ગાંધીએ લીધી આગેવાની

Last Updated on February 26, 2020 by Ankita Trada

દિલ્હીમાં સતત ચોથા દિવસે હિંસાનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. જો કે, બુધવારે કોઈ મોટી ઘટના ઘટી ન હતી, પરંતુ ત્રણ દિવસથી જોવા મળતી હિંસાને પગલે લોકોમાં ડર જોવા મળી રહ્યો છે. ત્યારે હિંસાને લઈને કોંગ્રેસે ગાંધી સ્મૃતિથી એક શાંતિ માર્ચનું આયોજન કર્યું હતું. સાથે જ કોંગ્રેલે હિંસા પર ચિંતા વ્યક્ત કરી થે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના રાજીનામની પણ માંગ કરી છે.

પ્રિયંકા ગાંધી વાડ્રા ધરણાં પસ બેસી ગયા

આ રેલીમાં પ્રિયંકા ગાંધી વાડ્રા, સુષ્મિતા દેવ, કેસી વેણુગોપાલ અને કોંગ્રેસના અન્ય નેતાઓ સામેલ થયા. જો કે, પોલીસે શાંતિ માર્ચમાં ભાગ લઈ રહેલા કોંગ્રેસના નેતાઓ અને કાર્યકર્તાઓને જનપથ પર જ રોકી દીધા હતા. પોલીસે શાંતિ માર્ચને રોકતાં પ્રિયંકા ગાંધી વાડ્રા ધરણાં પસ બેસી ગયા હતા, ત્યારે આવતીકાલે કોંગ્રેસ દ્વારા રાષ્ટ્રપતિ ભવન સુધી માર્ચનું આયોજન કરવામાં આવ્યું છે.

સોનિયા ગાંધીએ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યુ

કોંગ્રેસની અંતરિમ અધ્યક્ષ સોનિયા ગાંધીએ બુધવારે એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યુ હતુ અને દિલ્હીની વર્તમાન પરિસ્થિતી પર ચિંતા પણ વ્યક્ત કરી હતી. સોનિયા ગાંધીએ કહ્યુ કે, દિલ્હીની વર્તામાન સ્થિતી ખૂબ જ ચિંતા જનક છે. એક સાજિશ હેઠળ હાલાત ખૂબ જ ખરાબ થઈ ગયા છે. ભાજપ નેતાઓએ ભડકવનાર ભાષણ આપ્યા, ચૂંટણી દરમિયાન નફરત ફેલવી, તેથી જ દિલ્હીની આ સ્થિતી માટે કેન્દ્ર સરકાર અને ગૃહ મંત્રી અમિત શાહ જવાબદાર છે. જે માટે ગૃહમંત્રીએ રાજીનામુ આપવુ જોઈએ.

સોનિયા ગાંધીએ કર્યા આ પ્રશ્ન

સોનિયા ગાંધીએ પૂછ્યું કે, રવિવારે ગૃહ મંત્રઈ ક્યા હતા અને કરી રહ્યા હતા? હિંસાના સ્થળો પર કેટલી પોલીસ દળ ગોઠવવામાં આવી હતી? કથળી ગયેલી પરિસ્થિતિ હોવા છતાં સૈન્ય કેમ તૈનાત ન કરાયું? દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ શું કરી રહ્યા હતા?

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

નોકરિયાત વર્ગ માટે મોટા સમાચાર / કેન્દ્ર સરકાર નિયમોમાં કરશે મોટા ફેરફાર, સેલરી પર પડશે સીધી અસર

Zainul Ansari

રેકોર્ડ / સોમવારે 80 લાખથી વધુ લોકોએ લીધી કોરોના રસી, 15 લાખ ડોઝ સાથે આ રાજ્ય સૌથી આગળ

Zainul Ansari

Success Story: એક સમયે ક્લાસમાં ઉડાવતા હતા એની મજાક, સુરભીએ આઈએએસ બની આપ્યો જવાબ, જાણો સફળતાનો મંત્ર

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!