GSTV
Home » News » વિધાનસભાના ઘેરાવ સમયે કોંગી નેતાઓની અટકાયત, પોલીસે વોટર કેનનનો મારો ચલાવ્યો

વિધાનસભાના ઘેરાવ સમયે કોંગી નેતાઓની અટકાયત, પોલીસે વોટર કેનનનો મારો ચલાવ્યો

ગાંધીનગરમાં વિધાનસભાના ઘેરાવ કાર્યક્રમ સમયે પોલીસે કોંગી નેતાઓ અને કાર્યકરોની અટકાયત કરી છે. સત્યાગ્રહ છાવણીથી વિધાનસભા તરફ કૂચ કરતા હતા. આ સમયે પોલીસે સૌ પ્રથમ વોટર કેનનનો મારો ચલાવ્યો હતો અને બાદમાં એકપછી એક કાર્યકરોની અટકાયત કરી હતી. પોલીસે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાને દોડાવ્યા હતા.અને બાદમાં ટીંગાટોળી કરીને અટકાયત કરી હતી.

તેઓએ આક્ષેપ લગાવ્યો કે પોલીસે તેમના કપડા પણ ફાડ્યા છે. વિધાનસભા કૂચ માટે મક્કમ કાર્યકરોએ રસ્તા પર ગોઠવેલા બેરિકેટસ તોડી નાખ્યા.અને પોલીસના વાહન પર હુમલો કરતા વાહનના કાચ તૂટયા હતા. જે બાદ વિફરેલી પોલીસે કોંગી કાર્યકરોની અટકાયત કરી હતી. કોંગ્રેસની વિધાનસભા કૂચને પોલીસે મંજૂરી આપી પણ ન હતી.

ફાટેલા ઝભ્ભા સાથે પહોંચ્યા ગુહમાં

ગાંધીનગરમાં કોંગ્રેસની વિધાનસભા કૂચમાં અટકાયત બાદ મુકત થયેલા અમિત ચાવડા ગુજરાત વિધાનસભા પહોંચ્યા હતા. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાને પોલીસે દોડાવ્યા હતા અને અટકાયતથી બચવા માટે તેઓ રસ્તા પર જ બેસી ગયા હતા. જોકે પોલીસે ટીંગાટોળી કરીને તેમની અટકાયત કરી હતી. ત્યારે ફાટેલા ઝભ્ભા સાથે જ તેઓ ગૃહમાં પહોંચ્યા હતા. જ્યાં તેમણે ભાજપ સરકારની નીતિઓ સામે રોષ દાખવ્યો હતો.

READ ALSO

Related posts

એણે મારું ગાઉન ખેંચ્યુ, મારા પર ચડી ગયો અને…આપવીતી જણાવતાં કોર્ટમાં રડી પડી આ ફેમસ એક્ટ્રેસ

Bansari

કંગનાને મળ્યો તેનો ડ્રીમ રોલ : બાળપણથી જે રોલ પ્લે કરવાની ઈચ્છા હતી તે હવે થઈ પૂરી

Mayur

આ હોટ એક્ટ્રેસને ફ્લેટ ખરીદવામાં થઈ રહી છે અડચણ, આ સુપરસ્ટાર સાથે જ જોઈએ છે ફ્લેટ

Mayur
Do NOT follow this link or you will be banned from the site!