GSTV
India News Trending

કોંગ્રેસના નેતાનું વિવાદિત નિવેદન, સોશિયલ મીડિયા પર રાષ્ટ્રવાદનો પ્રચાર કરનારા ઉંચી જાતના જ્યારે જીવ ગુમાવનારા સૈનિકો પછાત હતા

કોંગી નેતા ઉદિત રાજે શહીદ સૈનિકોને લઇને આપેલા નિવેદનથી વિવાદ છેડાયો છે. ઉદિત રાજે કહ્યુ કે સોશિયલ મીડિયા પર રાષ્ટ્રવાદનો પ્રચાર કરનારા લોકો મોટે ભાગે ઉચી જાતિના છે. જ્યારે કે જે સૈનિકોએ જીવ ગુમાવ્યા તેઓ દલિત.. આદિવાસી અને પછાત વર્ગના હતા.

તેમણે કહ્યુ કે હાંશિયા પર ખદેડાયેલા વર્ગોએ સત્તાધારી સર્વણોની દેશભક્તિની કિંમત ચૂકવવી પડતી હોય છે. સાથે જ રાહુલ ગાંધીના નિવેદનની યોગ્ય ઠેરવતા કહ્યુ કે ર૦ર૪ પહેલા પુલવામા જેવો વધુ એક હુમલો થઇ શકે છે. આવામાં રાહુલ ગાંધીએ ઉઠાવેલા સવાલો યોગ્ય છે. પુલવામા હુમલાની યોગ્ય તપાસ થવી જોઇએ.

મહત્વનુ છે કે રાહુલ ગાંધીએ શુક્રવારે ટ્વીટ કરીને પુલવામા હુમલા પર ત્રણ સવાલ ઉઠાવ્યા હતા. ઉદિત રાજ ભાજપના પૂર્વ સાંસદ પણ રહી ચૂક્યા છે. ટીકિટ ન મળવાથી નારાજ ઉદિત રાજે ભાજપ છોડ્યુ હતુ.

READ ALSO

Related posts

સરકારની સ્પષ્ટતા / ઘરના ભાડા પર સરકારની ચોખવટ, હવે માત્ર આ લોકોએ ભરવો પડશે 18% GST

GSTV Web Desk

BIG BREAKING / યુરોપના મોન્ટેનેગ્રોમાં અંધાધૂંધ ગોળીબાર, અત્યાર સુધીમાં 11ના મોત

Hardik Hingu

RBIની રિકવરી એજન્ટ વિરુદ્ધ લાલ આંખ / લોન લેનાર ગ્રાહકને હેરાન કરાશે તો કડક પગલાં લેવામાં આવશે

Hardik Hingu
GSTV