પીઢ કોંગ્રેસી નેતા આનંદ શર્માએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને બિરદાવતાં કોંગ્રેસ પક્ષ સ્તબ્ધ થઇ ગયો હતો. તાજેતરમાં વડા પ્રધાને કોરોનાની રસી બનાવી રહેલા ત્રણ મુખ્ય કેન્દ્રોની રૂબરૂ મુલાકાત લઇને ભારતીય વિજ્ઞાનીઓના પ્રયાસોને પ્રોત્સાહન આપ્યું હતું. તેમની આ મુલાકાતને આનંદ શર્માએ બિરદાવી હતી. તેમણે કહ્યું કે વડા પ્રધાનની મુલાકાતથી કોરોના વૉરિયર્સને પ્રોત્સાહન મળશે અને તેમની કામ કરવાની શક્તિ વધશે.

રહેલા વિજ્ઞાનીઓ અને કોરોના વૉરિયર્સ માટે વડા પ્રધાનની મુલાકાત ઉત્સાહ વધારનારી
તેમણે કહ્યું કે ભારતમાં કોરોનાની રસી બનાવવાના પ્રયાસો કરી રહેલા વિજ્ઞાનીઓ અને કોરોના વૉરિયર્સ માટે વડા પ્રધાનની મુલાકાત ઉત્સાહ વધારનારી અને કામમાં વધુ ઊર્જા કામે લગાડવાની પ્રેરણા આપનારી બની રહેશે.
આવી કોઇ મુલાકાતની જરૂર નહોતી એવો અભિપ્રાય કોંગ્રેસ પક્ષે વ્યક્ત કર્યો
કોંગ્રેસ પક્ષ માટે આ વિધાન ચોંકાવનારું બની રહ્યું કારણ કે વડા પ્રધાને કોરોનાની રસી બનાવતા કેન્દ્રોની લીધેલી મુલાકાતની કોંગ્રેસ પક્ષે ટીકા કરી હતી. આવી કોઇ મુલાકાતની જરૂર નહોતી એવો અભિપ્રાય કોંગ્રેસ પક્ષે વ્યક્ત કર્યો હતો. કોંગ્રેસની દ્રષ્ટિએ મોદી આવા ખોટા દેખાડા કરી રહ્યા હતા.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
READ ALSO
- VIDEO/ ઓ બાપ રે, રોડ પર ગાડી લઈને નિકળી પડ્યું આ ટેણિયું, ગાડીઓની કાપી રહ્યું છે સાઈડ
- આખરે ક્યારે હટશે રાત્રી કરફયૂ?, ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ કરી સ્પષ્ટતા
- જાણવા જેવા નિયમો: 2000ની નોટ ફાટી જાય તો બેંક કેટલું આપશે રિફંડ, આ પ્રકારની નોટો બેંક ક્યારેય નહીં સ્વિકારે
- સુરતમાં કોરોના રેપિડ ટેસ્ટનું મસમોટું કૌભાંડ આવ્યું સામે, વધુ ટેસ્ટિંગ બતાવવા ધન્વંતરી આરોગ્ય રથના કર્મચારીઓનું કારસ્તાન
- PUBG મોબાઈલ ગેમના રસિકો માટે મોટા સમાચાર, હવે TikTok બાદ….