GSTV
Home » News » કોંગ્રેસ નેતા શિવકુમાર 1લી ઓક્ટો. સુધી ન્યાયિક અટકાયતમાં

કોંગ્રેસ નેતા શિવકુમાર 1લી ઓક્ટો. સુધી ન્યાયિક અટકાયતમાં

દિલ્હી કોર્ટે મની લોન્ડરિંગના આરોપો હેઠળ એન્ફોર્સમેન્ટે ધરપકડ કરેલા કર્ણાટક કોંગ્રેસ નેતા ડી. કે. શિવકુમારને 1લી ઓક્ટોબર સુધી 14 દિવસની ન્યાયિક અટકાયતમાં મોકલી આપ્યા છે. સ્પેશિયલ જજ અજયકુમાર કુહારે શિવકુમારને પહેલા હોસ્પિટલ લઈ જવા માટે ઈડીને નિર્દેશ આપ્યા હતા.

સ્પેશિયલ જજ અજય કુમારે ચૂકાદામાં જણાવ્યું કે, આરોપીને પહેલા હોસ્પીટલ અને તેમની મેડિકલ સ્થિતિને ધ્યાનમાં લીધા પછી જ સેન્ટ્રલ જેલ તિહારમાં ન્યાયિક અટકાયતમાં મોકલવા નિર્દેશ આપ્યા હતા. આરોપીને 1લી ઓક્ટોબર સુધી ન્યાયિક અટકાયત પર મોકલવામાં આવે છે. અદાલતે શિવકુમારની જામીન અરજીની સુનાવણીનું લિસ્ટિંગ બુધવારે બપોરે કર્યું છે.

જજે જણાવ્યું કે શિવકુમારને હોસ્પિટલમાં દાખલ કરવા પડે તો તેમને ડિસ્ચાર્જ કરતી વખતે ડોક્ટરો તેમની કસ્ટડી તિહાર જેલના સુપરીન્ટેન્ડેન્ટને આપશે. કોર્ટે શિવકુમારને ન્યાયિક કસ્ટડી પર મોકલતી વખતે ધારાસભ્યના મેડિકલ રેકોર્ડ્સને ધ્યાનમાં લીધા હતા.

તપાસ એજન્સીએ દાવો કર્યો હતો કે શિવકુમારની પૂછપરછ હજી પૂરી નથી થઈ. તેમણે ન્યાયિક અટકાયત વખતે શિવકુમારની પૂછપરછ માટે મંજૂરી માગી હતી. બચાવ પક્ષના વકીલોએ મેડિકલ ધોરણો પર શિવકુમારને ન્યાયિક અટકાયતમાં મોકલવાનો વિરોધ કર્યો હતો.

READ ALSO

Related posts

5 વાગ્યા સુધીમાં મહારાષ્ટ્રમાં 45 અને હરિયાણામાં 55 ટકા થયું મતદાન

Mansi Patel

મહિલા બની ડ્રેકુલા, 4 વર્ષની બાળકીનું લોહી પીને મારી નાખી

Kaushik Bavishi

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી : આ 6 ફેક્ટર નક્કી કરશે કે કોને મળશે સીએમની ખુરશી

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!