જમ્મુ કાશ્મીરમાં આતંકીઓની સાથે પકડાયેલાં ડીએસપી દેવેન્દ્ર સિંહને લઈને રાજકીય ઘમાસાણ યથાવત છે. આ મામલાની તપાસને લઈને કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ટ્વીટ કરી કેન્દ્રની મોદી સરકાર પર નિશાન સાધ્યું છે. રાહુલ ગાંધીએ પૂછ્યું કે ડીએસપી દેવેન્દ્ર સિંહનું મોઢું કોણ બંધ કરવા માગે છે? રાહુલ ટ્વીટમાં એનએઆઈના ચીફ પર પણ સવાલો કર્યા છે.

રાહુલ ગાંધીએ ટ્વીટ કરી લખ્યું કે આતંકવાદી દેવેન્દ્ર સિંહને ચુપ કરવાની આ સૌથી સારી રીત છે કે સમગ્ર કેસની તપાસ એનઆઈએને સોંપવામાં આવે. એનઆઈએનું નેતૃત્વ મોદી-વાઈ કે કરે છે, જેઓએ ગુજરાત રમખાણ અને હરેન પંડયા હત્યા કેસની તપાસ કરી હતી. વાઈ કેની નજર હેઠળ આ કેસમાં પણ કોઈ પરિણામ આવશે તેવી આશા નથી.


આ ઉપરાંત રાહુલ ગાંધીએ ગઈકાલે પીએમ મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને એનએસએ અજીત ડોભાલના મૌનને લઈને સવાલો કર્યા હતા. તેઓએ માગ કરી હતી કે દેવેન્દ્ર સિંહ વિરૂદ્ધ તાત્કાલિક કોર્ટમાં કેસ ચલાવવામાં આવે અને જો તેઓ દોષિત જાહેર થાય તો તેને કડક સજા આપવી જોઈએ. રાહુલ ગાંધી પુલવામા હુમલામાં દેવન્દ્ર સિંહની શું ભૂમિકા હતી તેવા સવાલો પણ કર્યા.
READ ALSO
- નવા વર્ષમાં ચાર દિવસમાં 99 પૈસા વધ્યા પેટ્રોલના ભાવ, જાણો તમારા શહેરના આજના ભાવ
- રસી લીધા પછી આ પીણાંથી રહેવું પડશે દૂર, જો આ બાબતોનું નહી રાખો ધ્યાન તો પડશે મુશ્કેલી
- અપીલ દાખલ કરવામાં સુસ્તી બદલ ગુજરાત સરકારને લપડાક, સુપ્રીમ કોર્ટે સરકારને ફટકાર્યો આકરો દંડ!
- આપણે વિદેશમાં સ્થાયી થવામાં પણ અગ્રેસર: 1.8 કરોડ ભારતીયો વિદેશમાં વસ્યા, યુએનનો રિપોર્ટ
- ગૃહવિભાગની સ્પષ્ટતા બાદ આદેશ: કારમાં એકલા જ મુસાફરી કરી રહ્યા હોવ તો પણ હવે માસ્ક ફરજિયાત, નહીંતર દંડાશો!