GSTV

કૃષિ બિલના વિરોધમાં રાહુલ ગાંધી સંભાળશે નેતૃત્વ, પંજાબમાંથી મોટા પાયે વિરોધ કરવાની તૈયારી

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી આ અઠવાડીયામાં પંજાબમાં સંસદમાં પાસ થયેલા ત્રણ કૃષિ બિલ પર સરકાર વિરુદ્ધ મોર્ચો ખોલવાની તૈયારીમાં છે. આ મામલા સાથે જોડાયેલા લોકોએ આ પ્રકારની જાણકારી આપી છે. કોંગ્રેસના નેતાઓ કહી રહ્યા છે કે, રાહુલ ગાંધી પંજાબમાં કૃષિ બિલના વિરોધ થઈ રહેલા આંદોલનમાં જોડાશે અને તેનું નેતૃત્વ પણ સંભાળશે. હાલમાં રેલી અને જગ્યાને લઈ તારીખને અંતિમ રૂપ આપવામાં આવી રહ્યુ છે.

આ બિલના વિરોધમાં અકાલી દળ પણ એનડીએમાંથી અલગ થયું

આપને જણાવી દઈએ કે, કોંગ્રેસ પાર્ટી દ્વારા સંસદમાં પાસ થયેલા ત્રણ કૃષિ બિલાના વિરોધમાં દેશભરમાં આંદોલનો કરી રહ્યા છે. આ બિલના વિરોધમાં એનડીએના સાથી એવા અકાલી દળે પણ એનડીએમાં છેડો ફાડી નાતો તોડી નાખ્યો છે. શનિવારના રોજ મીડિયા સાથે વાતચીત કરતા અકાલી દળના નેતા પ્રકાશ સિંહ બાદલે સ્પષ્ટ કહ્યુ હતું કે, હવે તેઓ એનડીએનો ભાગ નથી. પાર્ટીએ આ પ્રકારનો નિર્ણય લીધો છે. જે હવે સત્તાવાર જાહેરાત થઈ ગઈ છે.અમારુ ગઠબંધન તૂટી ગયુ છે.

દેશભરમાં થઈ રહ્યો છે વિરોધ

વિતેલા થોડા દિવસની વાત કરીએ તો, દેશભરમાં અલગ અલગ જગ્યાએ આ બિલના વિરોધમાં પ્રદર્શનો થઈ રહ્યા છે. કિશાન મજૂર સંઘર્ષ કમિટી દ્વારા અમૃતસરમાં રેલ્વે ટ્રેક પર બેસીને રેલ રોકો આંદોલન કરી રહ્યા છે. તેમનું આ આંદોલન 24થી 256 તારીખ સુધી ચાલ્યુ હતું.

READ ALSO

Related posts

આઇપીએલમાં ટ્વીસ્ટ: બોલર્સના પ્રતાપે બેંગ્લોરને પછાડી સનરાઇઝર્સ હૈદરાબાદે જીતી લીધી મેચ

pratik shah

IPL 2020: જસપ્રિત બુમરાહે જીતી લીધી પર્પલ કેપ, ઓરેન્જ કેપમાં લોકેશ રાહુલ મોખરે

pratik shah

લાહોરની ગલીઓમાં લાગ્યા અભિનંદન અને મોદીના પોસ્ટર, પાક.ગૃહમંત્રીએ આ નેતાને ભારત મોકલી આપવાની શિખામણ આપી

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!