GSTV
Home » News » મધ્ય પ્રદેશમાં સરકાર બની તો 10 દિવસમાં જ ફાયરિંગ કરનાર જેલભેગા અને ખેડૂતોનું દેવું માફ

મધ્ય પ્રદેશમાં સરકાર બની તો 10 દિવસમાં જ ફાયરિંગ કરનાર જેલભેગા અને ખેડૂતોનું દેવું માફ

દેશભરમાં ચાલી રહેલી ખેડૂતોની દશ દિવસની હડતાલ વચ્ચે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી મધ્યપ્રદેશના મંદસૌર ખાતે કિસાન રેલી સંબોધન કરી રહ્યાં છે. ગત વર્ષ આજના દિવસે જ મંદસૌરમાં થયેલા પ્રદર્શન દરમિયાન છ ખેડૂતોના પોલીસ ફાયરિંગમાં મોત નીપજ્યા હતા. જ્યાં રાહુલ ગાંધીને સાંભળવા માટે મોટી સંખ્યામાં ખેડૂતો અેકઠા થયા છે.

રાહુલ ગાંધીની સભા ….

 • મધ્ય પ્રદેશના મંદસૌર પહોંચેલા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ખેડૂતોને સંબોધિત કરતા ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. રાહુલ ગાંધીએ જણાવ્યુ કે, મધ્ય પ્રદેશમાં કોંગ્રેસની સરકાર બનશે તો 10 દિવસમાં ખેડૂતોનું દેવું માફ કરવામાં આવશે. યુપીએ સરકારે ખેડૂતોનું 70 હજાર કરોડનું દેવું માફ કર્યું હતુ. ભાજપના લોકો ખેડૂતોની પૂજા કરે છે પરંતુ ખેડૂતોનું દેવું માફ કરવામાં આવતું નથી. રાહુલે વધુમાં જણાવ્યુ કે, સરકારનું પહેલુ કામ ખેડૂતોની રક્ષા કરવાનું છે. મોદી અને ભાજપ સરકારના દિલમાં ખેડૂતો માટે કોઈ જગ્યા નથી. એક વર્ષ પહેલા મધ્ય પ્રદેશ સરકારે ખેડૂતો પર ગોળી ચલાવી હતી. આજે દેશના ખેડૂતો હકની માગણી કરી રહ્યા છે.
 • ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે. પરંતુ સરકાર ખેડૂતોનો અવાજ સાંભળવા તૈયાર નથી. દેશમાં ખેડૂતોનું દેવું માફ કરવામાં નથી આપવતુ પરંતુ મોદી સરકારે વિજય માલ્યા, લલિત મોદી અને નિરવ મોદી સહિત મેહુલ ચોકસીને પૈસા આપી વિદેશ ભગાડવામાં મદદ કરી છે. પ્રધાનમંત્રી મોદીએ યુવાઓને રોજગારી આપવાનો વાયદો કર્યો હતો. પરંતુ સરકારે આ વાયદાને પૂર્ણ કર્યો નથી.
 • રાહુલ ગાંધીએ વધુમાં કહ્યુ કે, પીએમ મોદી નિરવ મોદી અને મેહુલ ચોકસીને ભાઈ તરીકે બોલાવે છે. ચીન મુદે રાહુલ ગાંધીએ જણાવ્યુ કે, પીએમ મોદી ચીનના રાષ્ટ્રપતિ સાથે અમદાવાદમાં ઝુલામાં ઝુલે છે. અને તેના થોડા દિવસોમાં ચીનની સેના ડોકલામમાં ઘુસણખોરી કરે છે. પીએમ મોદી પાસે જે ફોન છે તેની પાછળ મેડ ઈન ચાઈના લખ્યુ છે. જેમાથી પીએમ મોદી લોકોને મેસેજ કરે છે.
 • નરેન્દ્ર મોદી અને શિવરાજસિંહ ચૌહાણ ખેડૂતોની વાત સાંભળી રહ્યા નથી. હું તમારી વાત સાંભળીશ. હુ મનની વાત કરીશ નહીં પણ  અાપણે અાપણા મનની સરકાર બનાવીશું
 • કોંગ્રેસની સરકાર બની તો મધ્ય પ્રદેશના દરેક જિલ્લાઅોમાં ફૂડ પ્રોસેસિંગ યુનિટ લગાવાશે. ખેડૂતો સીધા ફેક્ટરી જઈને સામાન વેચી શકશે. જેના પગલે ખેડૂતોના ખિસ્સામાં પૈસા જશે. ચીનની રાજધાની બેઇજિંગના લોકોને મંદસૌરનું લસણ ખવડાવીશું. અા ફૂડ પ્લાન્ટમાં સ્થાનિક લોકોને રોજગારી મળી રહેશે.
 • મોદીજીઅે ખેડૂતો સાથે દગો અાપ્યો છે. ખેડૂતોને ખોટા વચનો અાપ્યા છે. યુવાનોને રોજગારી અાપવામાં અા સરકાર નિષ્ફળ રહી છે. અાજે દરેક જગ્યાઅે મેઇડ ઇન ચાઇનાનો માલ મળી રહ્યો છે.
 • મોદીઅે ભરોસો અાપ્યો હતો કે 15 લાખ રૂપિયા તો શું 5 રૂપિયા પણ મળી રહ્યા નથી
 • બેંકોના હજારો કરોડો રૂપિયા લઇને હીરા કારોબારી નીરવ મોદી અને મેહુલ ચોકસી ફરાર થઈ ગયા છે.
 • મધ્ય પ્રદેશમાં સરકાર બની તો 10 દિવસમાં જ ફાયરિંગ કરનાર જેલભેગા અને ખેડૂતોનું દેવું માફ
 • સિંધિયાના શિવરાજસિંહ ચૌહાણ પર ગંભીર અારોપો, ખેડૂતો પરેશાન છે અને મુખ્યમંત્રી અારામ કરી રહ્યાં છે. શિવરાજને મુખ્યમંત્રી પદ પર રહેવાનો અધિકાર નથી. નવેમ્બરમાં જનતા અા લોકોને જવાબ અાપશે તેવા અાક્ષેપો રેલીમાં કર્યા છે.
 • રાહુલ ગાંધી મંદસૌર પહોંચી ગયા છે.
 • રાહુલે પોલીસ ફાયરિંગમાં ભોગ બનનારા પરિવારજનોની કરી મુલાકાત
 • ફાયરિંગમાં મોતને ભેટનારને રાહુલે શ્રદ્ધાંજલી અર્પણ કરી છે.

મધ્યપ્રદેશમાં થનારી વિધાનસભાનીચૂંટણી પહેલા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની મંદસૌર ખાતેની રેલીને રાજકીય દ્રષ્ટિએ ઘણી મહત્વપૂર્ણ માનવામાં આવે છે. મંદસૌરથી લગભગ વીસ કિલોમીટર દૂર ખોખરમાં એક કોલેજમાં રાહુલ ગાંધીની રેલીનું આયોજન થઈ રહ્યું છે. રેલી અને મંદસૌરમાં પોલીસ ફાયરિંગની ઘટનાની પહેલી વરસીને કારણે મધ્યપ્રદેશ પોલીસે સુરક્ષા બંદોબસ્તમાં ખાસો વધારો કર્યો છે.

કોંગ્રેસે આજની રેલીનું નામ કિસાન સમૃદ્ધિ સંકલ્પ રેલી રાખ્યું છે. મહત્વપૂર્ણ છે કે પહેલી જૂનથી ખેડૂતોએ દશ દિવસનું આંદોલન શરૂ કર્યું છે અને બુધવારે તેનો છઠ્ઠો દિવસ છે. રેલીમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સાથે મધ્યપ્રદેસ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ કમલનાથ અને પાર્ટીના વરિષ્ઠ નેતાઓ દિગ્વિજયસિંહ તથા જ્યોતિરાદિત્ય સિંધિયા પણ સામેલ થઈ રહ્યા છે. ગુજરાતથી પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વિનર હાર્દિક પટેલ પણ મંદસૌરમાં રાહુલ ગાંધી સાથે એકમંચ પર જોવા મળે તેવી શક્યતા છે.

2017માં પણ ખેડૂતોએ પહેલી જૂનથી દશમી જૂન સુધી આંદોલન કર્યું હતું અને તેનું મુખ્ય કેન્દ્ર મંદસૌર રહ્યું હતું. છ જૂન-2017ના રોજ મંદસૌરની પિપલિયા મંડીમાં પોલીસ ફાયરિંગમાં છ ખેડૂતોના મોત નીપજ્યા હતા. બાદમાં આખા રાજ્યમાં હિંસા, લૂંટ, આગચંપી અને તોડફોડ થઈ હતી. રાહુલ ગાંધી મંદસૌરના ગોળીકાંડની વરસી પર ખેડૂતોને કોંગ્રેસ સાથે જોડવાની કોશિશ કરશે.

Related posts

પતિને ઉંઘની ગોળીઓ આપીને પ્રેમી સાથે રંગરેલિયા મનાવતી હતી પત્ની, અચાનક પતિને આવ્યો હોશ અને…

Bansari

સાપની પપ્પી લેવી આ શખ્સને ભારે પડી, સાપ મોઢા પાસે આવ્યો અને…

Bansari

વીજળી વિભાગના અધિકારીને દંડ ફટકારતાં પોલીસ સ્ટેશનનું કનેક્શન જ કટ, જેવા સાથે તેવા

Bansari
Do NOT follow this link or you will be banned from the site!