GSTV

આપની ગાડી ભલે પેટ્રોલ પર ચાલતી હોય કે ડીઝલ પર, પણ મોદી સરકાર ટેક્સ વસૂલી પર ચાલે છે- રાહુલ ગાંધીએ કર્યો કટાક્ષ

rahul-gandhi

Last Updated on July 7, 2021 by Pravin Makwana

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પેટ્રોલ અને ડીઝલના સતત વધી રહેલા ભાવો પર આકરી ટિપ્પણી કરી છે. રાહુલ ગાંધીએ ફરી એક વાર મોદી સરકાર પર આકરા પ્રહારો કરતુ એક ટ્વિટ કર્યુ છે. જેમાં પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

રાહુલ ગાંધીએ ટ્વિટમાં લખ્યુ છે કે, આપની ગાડી પેટ્રોલથી ચાલતી હોય કે, ડીઝલથી પણ મોદી સરકાર તો ટેક્સ વસૂલીથી ચાલે છે. કોંગ્રેસ પાર્ટી છેલ્લા કેટલાય દિવસોથી પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારાને લઈને વિરોધ નોંધાવી રહી છે. 11 જૂને પાર્ટીએ દેશ વ્યાપી પ્રદર્શન પણ કર્યા હતા.

પેટ્રોલ અને ડીઝલના ભાવમાં આજે ફરી વધારો કરવામાં આવ્યો છે

ઈન્ડિયન ઓઇલની વેબસાઇટ અનુસાર, આજે પેટ્રોલના ભાવમાં લિટર દીઠ 31-35 પૈસા અને ડીઝલના ભાવમાં 15-23 પૈસા પ્રતિ લીટરનો વધારો થયો છે. આજના વધારા સાથે પાટનગર દિલ્હીમાં પેટ્રોલનો ભાવ પ્રતિ લિટર 100 રૂપિયાને પાર કરી ગયો છે. આ સાથે દેશના ચાર મોટા મહાનગરોમાં પેટ્રોલની કિંમત 100 નો આંકડો પાર કરી ગઈ છે. આ પહેલા મંગળવારે પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર હતા.

મે પછી પેટ્રોલના ભાવમાં 36 ગણો વધારો થયો છે


5 રાજ્યોમાં ચૂંટણી બાદ પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં વધારાના તબક્કા 4 મેથી શરૂ થયા હતા, જે આજ સુધી ચાલુ છે. 4 મેથી અત્યાર સુધીમાં, પેટ્રોલના ભાવમાં કુલ 36 ગણો વધારો કરવામાં આવ્યો છે. જ્યારે ડીઝલના ભાવમાં 34 ગણો વધારો થયો છે. આ વધારા સાથે હવે દેશના મોટાભાગના પેટ્રોલ પમ્પ પર ઇંધણની કિંમત વિક્રમી સપાટીએ પહોંચી ગઈ છે.

READ ALSO

Related posts

બિહાર/ મંત્રીના ઓએસડીને ત્યાં એસવીયુના દરોડા, સોનાના બિસ્કિટ સહિત કરોડોની સંપત્તિ જપ્ત

Damini Patel

અમદાવાદમાં રખડતાં ઢોરનો ત્રાસ/ ગાયોના મુદ્દે ફરી રાજકારણ રમાયું, પશુમુક્ત શહેરની દરખાસ્તથી વિવાદ

Pravin Makwana

લેભાગુઓના કરતૂત યથાવત: છેલ્લા આઠ વર્ષમાં શહેરની વિવિધ બેન્કોમાં 6 કરોડથી વધુ નકલી નોટો થઈ જમા!

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!