કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ફરી એક વખત ભાજપ સરકારને ઉદ્યોગપતિઓની સરકાર ગણાવી આકરા પ્રહાર કર્યા. ઝારખંડના સિમડેગામાં ચૂંટણી સભાને સંબોધતા રાહુલ ગાંધીએ કેન્દ્રની ભાજપ સરકારને આડેહાથ લીધી. રાહુલ ગાંધીએ જણાવ્યું કે જ્યાં પણ ભાજપની સરકાર છે ત્યાં ઉદ્યોગપતિઓને જમીનોની લ્હાણી કરવામાં આવે છે.

પરંતુ ખેડૂતો જે માંગણી કરી રહ્યા છે તે તેમને ક્યારેય આપવામાં આવતું નથી. છત્તીસગઢમાં પણ ભાજપ સરકારે આદિવાસીઓની જમીન છિનવી લીધી અને તેને ઉદ્યોગપતિઓને આપી દીધી.

પરંતુ જ્યારે કોંગ્રેસ સત્તામાં આવી તો ખેડૂતોને તેમની જમીન પરત કરી દીધી. રાહુલ ગાંધીએ કહ્યું કે જ્યાં પણ કોંગ્રેસ સત્તામાં આવી છે ત્યાં અમે ખેડૂતોને દેવા માફીનો વાયદો પૂર્ણ કર્યો છે.

આ જ વાયદો હું ઝારખંડના લોકો માટે પણ કરું છું. ઝારખંડમાં સત્તામાં આવ્યા બાદ અમે ખેડૂતોનું દેવું માફ કરીશું.
READ ALSO
- ખેડૂતો માટે ખુશખબર, ગુજરાતમાં 8 લાખ હેક્ટરમાં વાવેતર કરાયેલા પાકના પ્રથમવાર ભાવ વધવાની સંભાવના
- 2 લાખ રૂપિયામાં શરૂ કરો પોતાનો આ સદાબહાર બિઝનેસ, મોદી સરકાર પણ કરશે મદદ
- ચેકથી લઇને ATM સુધી SBIએ બદલી નાંખ્યા છે આ 6 નિયમો, તમારા માટે જાણવા છે ખૂબ જરૂરી
- પુત્રી માટે દર મહિને આ સરકારી યોજનામાં બચાવો પૈસા તો નહી રહે ઈનકમ ટેક્સની ચિંતા, જાણો કેવી રીતે?
- જેનિફરે શેર કર્યો અન-એડિટેડ અંડરઆર્મ્સનો ફોટો, ફેન્સે કોમેન્ટમાં લખ્યું, ‘જેવા મારા એવા….’