GSTV
Home » News » ઉન્નાવમાં ખેડુતો સાથે બર્બરતા પર પ્રિયંકાનો યોગી પર તીખા પ્રહાર- શરમ આવવી જોઈએ

ઉન્નાવમાં ખેડુતો સાથે બર્બરતા પર પ્રિયંકાનો યોગી પર તીખા પ્રહાર- શરમ આવવી જોઈએ

કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ ખેડુતો પર પોલીસની બર્બર કાર્યવાહીને લઈને યોગી સરકાર પર તીખો તમતમતો શાબ્દિક હુમલો કર્યો. તેમણે ઉત્તર પ્રદેશની ક્રુરતાને બતાવતો એક વીડિયો પણ ટ્વિટર પર શેર કર્યો છે. આ વીડિયોમાં એક ખેડુત પોલીસની મારથી જમીન પર પડેલો દેખાઈ રહ્યોં છે. જેને પોલીસ વાળા વધુ મારી રહ્યાં છે.

farmer_111719061651.jpg

પ્રિયંકા ગાંધીએ યોગી સરકાર પર નિશાનો સાધતા ટ્વીટ કર્યુ કે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી અત્યારે ગોરખપૂરમાં ખેડુતો પર મોટી મોટી વાતો કરી રહ્યાં છે તેની પોલીનો હાલ જુઓ. ઉન્નાવમાં એક ખેડુત લાઠિઓ ખાઈને અધમરો પડ્યો છે. તેને ખૂબ માર મારવામાં આવી રહ્યોં છે. શરમથી આંખો નમી જવી જોઈએ. જે તમારા માટે અન્ન ઉગાડે છે તેની સાથે આવી નિર્દયતા?

ખેડુતની પોલીસકર્મીએ કરી પિટાઈ

આ પહેલા એક અન્ય ટ્વીટમાં શનિવારે પ્રિયંકા ગાંધીએ આ ધટનાની વાત કરી હતી. પ્રિયંકા ગાંધીએ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પર નિશાનો સાધતા કહ્યું હતુ કે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી શું માત્ર ખેડુત પર ભાષણ આપી શકે છે.

પોતાના ટ્વીટમાં પ્રિયંકા ગાંધીએ કહ્યું કે ભારતીય જનતા પાર્ટી સરકારમાં ખેડુતોનું અપમાન જ થતુ રહે છે. ઉન્નાવમાં જમીનનું વળતર માગી રહેલા ખેડુતોને પોલીસ ક્રૃરતા પુર્વક માર મારી રહી છે. મહિલા ખેડુતોને પણ માર માર્યો. ખેડુતોની જમીન લીધી છે તો વળતર તો આપવુ જ પડશે.

શું છે આખી ધટના

ઉત્તર પ્રદેશ રાજ્ય ઔદ્યોગિક વિકાસ ઓથોરિટીના ડ્રીમ પ્રોજેક્ટ સમાન ઉન્નાવ ટ્રાંસ ગંગા સિટીની જમીનના વળતરની માંગને લઈ ખેડૂતોનું વિરોધ પ્રદર્શન ઉગ્ર બની રહ્યું છે. શનિવારે તેમણે જેસીબી અને ગાડીઓ પર પથ્થરમારો કર્યો હતો જેથી પોલીસને બોલાવવી પડી હતી. ટ્રાંસ ગંગા સિટી પ્રોજેક્ટ માટે કામ કરી રહેલા જેસીબી અને અન્ય વાહનોની ખેડૂતો દ્વારા તોડફોડ કરવામાં આવતા 13 થાણાની પોલીસોએ ત્યાં પહોંચીને સ્થિતિને કાબૂમાં લેવા પ્રયાસ કર્યો હતો પરંતુ વિરોધ પ્રદર્શન કરી રહેલા ખેડૂતોએ વધારે ઉગ્ર થઈને પથ્થરમારાનો સહારો લીધો હતો જેથી સીઓ સહિત ચાર સિપાહી ઘાયલ થયા હતા.

ત્યાર બાદ આદેશ મળતા જ તેમને કાબૂમાં લેવા પોલીસે લાઠીચાર્જ અને ટીઅર ગેસનો સહારો લેવો પડયો હતો અને ખેડૂતોના ટોળાને વેર-વિખેર કર્યા હતા. જિલ્લાધિકારી દેવેન્દ્ર પાંડેના કહેવા પ્રમાણે ખેડૂતોને તેમની જમીનનું વળતર ચુકવાઈ ગયું છે પરંતુ ખેડૂતોનું જૂથ પોતાના સ્વાર્થ માટે અન્ય લોકોને ગેરમાર્ગે દોરી રહ્યું છે. સમગ્ર ઘટનાક્રમને લઈ વાતાવરણમાં ભારે તણાવ વ્યાપ્યો છે અને એક તરફ ખેડૂતો લાકડીઓ લઈને અડગ છે તો સામે સશસ્ત્ર પોલીસ દળ પોતાના મોર્ચા સાથે તૈનાત છે.

પોલીસે ખેડૂત નેતા વીએન પાલની ધરપકડ કરી હતી અને ડીએમ દેવેન્દ્ર કુમાર પાંડેએ ખેડૂત નેતાઓ સાથે વાર્તાલાપ શરુ કર્યો હતો. રોષે ભરાયેલી પોલીસે તે ઘટનાનો વીડિયો બનાવી રહેલા મીડિયાકર્મીઓ પર પણ લાઠીચાર્જ કર્યો હતો. આંદોલનમાં ઉતરેલા ખેડૂતો 2005માં કોઈ પણ જાતની સમજૂતિ વગર તેમની જમીન અધિગ્રહિત કરી દેવામાં આવી હોવાનો દાવો કરી રહ્યા છે.

READ ALSORelated posts

આજે ભારત ન્યૂઝીલેન્ડ ની ભૂમિ પર સૌપ્રથમ T-20I શ્રેણી જીતવાના લક્ષ્ય સાથે ઉતરશે

Mayur

ઈન્ડિયન આર્મી એક્શન મોડમાં : કાશ્મીરમાં 28 દિવસમાં છ મોટા સૈન્ય ઓપરેશન, 16 આતંકીઓ ઠાર

Mayur

પાકિસ્તાનમાં હિંદુ યુવતીનું લગ્ન મંડપમાંથી અપહરણ, મુસ્લિમ બનાવી લગ્ન કર્યા

Bansari
Do NOT follow this link or you will be banned from the site!