GSTV
World

Cases
6827968
Active
11545419
Recoverd
714731
Death
INDIA

Cases
607384
Active
1378105
Recoverd
41585
Death

ભાજપ સરકાર શ્રેષ્ઠ કંપનીઓને ખોખલી કરી વેચવાનું કરી રહી છે કામ, પ્રિયંકાનો સૌથી મોટો સરકાર પર હુમલો

એર ઇન્ડિયા અને બીપીસીએલને વેચવા મુદ્દે નાણાપ્રધાન નિર્મલા સીતારમણના નિવેદનને લઇને કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ ફરી મોદી સરકારને આડે હાથ લીધી છે.

પ્રિયંકા ગાંધીએ આરોપ લગાવ્યો કે ભાજપ સરકાર શ્રેષ્ઠ સરકારી સંસ્થાઓ અને કંપનીઓને ખોખલી કરી તેને વેચવાનું કામ કરી રહી છે.

પ્રિયંકા ગાંધીએ ટ્વીટ કરી જણાવ્યું કે જહાં ડાલ ડાલ પર સોને કી ચિડિયા કરતી હૈ બસેરા, વો ભારત દેશ હૈ મેરા. આપણી સંસ્થાઓ આપણી શાન છે. આ જ આપણી સોને કી ચિડિયા છે.

પ્રિયંકા ગાંધીએ દાવો કર્યો કે ભાજપે વાયદો તો દેશ બનાવવાનો કર્યો હતો. પરંતુ તે કામ ભારતની શ્રેષ્ઠ સંસ્થાઓને ખોકલી કરી તેને વેચવાનું કરે છે. આ દુઃખદ છે.

નાણામંત્રી નિર્મલા સિતારામને કહ્યું છે કે, સરકાર ઈચ્છે છે કે માર્ચ સુધી એર ઈન્ડિયા અને ઓઈલ રિફાઈનર ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (BPCL)ની વેચાણ પ્રક્રીયા પૂરી કરી લેવામાં આવશે. એક ઈન્ટરવ્યુમાં તેમણે કહ્યું કે, આગામા વર્ષની શરૂઆતમાં આ બે કામ પૂરા કરવાની અપેક્ષા છે. નાણા મંત્રીએ કહ્યું કે, સરકારને આ બે કંપનીઓ વેચવાથી આ નાણાકીય વર્ષમાં એક લાખ કરોડનો લાભ થશે. સીતારામને કહ્યું કે, એર ઈન્ડિયાની વેચાણ પ્રક્રીયા શરૂ થતા પહેલા જ રોકાણકારોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

ગયા વર્ષે રોકાણકારોએ એર ઈન્ડિયાને ખરીદવામાં વધુ ઉત્સાહ નહોતો બતાવ્યો એટલા માટે તેને વેચી શકાઈ નહિં. ઉલ્લેખનીય છે કે, વર્તમાન નાણાકીય વર્ષમાં કર સંગ્રહ ઘટતો જોતા સરકાર વિનિવેશ અને સ્ટ્રેટજિક સેલ દ્રારા રેવેન્યૂ એકત્ર કરવા માંગે છે. નાણામંત્રીએ એમ પણ કહ્યું કે, આર્થિક મંદી સામે નિપટવા માટે સમયસર જરૂરી પગલા ઉઠાવવા જરૂરી છે અને ઘણાં ક્ષેત્ર હવે મંદીથી બહાર નીકળી રહ્યા છે.

સીતારામને કહ્યું કે, ઘણાં ઉદ્યોગોના માલિકોને કહેવામાં આવ્યું છે કે તે પોતાની બેલેન્સશીટમાં સુધારો કરે અને તેમાંથી ઘણાં નવા રોકાણની તૈયારી કરી રહ્યા છે. નાણાંમંત્રીએ કહ્યું કે, અમને આશા છે કે અમુક ક્ષેત્રોમાં સુધારમાં જીએસટી કલેક્શન વધશે. આ સિવાય સુધારાના પગલાથી કર સંગ્રહ વધી શકે છે.

તેમણે કહ્યું કે, સુપ્રીમ કોર્ટે એસ્સાર સ્ટીલ પર જે નિર્ણય સંભળાવ્યો છે તેનાથી ઘણો સુધારો જોવા મળે છે અને આગામી ક્વાર્ટરમાં તેનો પ્રબાવ બેન્કોની બેલેન્સ શીટ પર જોવા મળશે. તેમણે કહ્યું કે, લોકોમાં બદલાવ આવ્યો છે કેમ કે તહેવારો દરમિયાન બેન્કોએ 1.8 લાખ કરોડની લોન વહેંચી છે. સીતારામને કહ્યું કે જો ગ્રાહકોની આર્થિક સ્થિતિ પાટા પર ન હોય તો તે બેન્કો પાસેથી લેવા બાબતે વિચાર જ કેવી રીતે કરતા? અને આવુ આખા દેશમાં છે.

READ ALSO

Related posts

કેરળ: કોઝિકોડ વિમાન દુર્ઘટનામાં મૃત્યુઆંક વધીને 18 થયો, ઘાયલોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા

pratik shah

રિયા ચક્રવર્તીની કૉલ ડિટેલ્સ આવી સામે, સુશાંત કે મહેશ ભટ્ટ નહીં આ વ્યક્તિને કર્યા છે વારંવાર ફોન

Bansari

રિયા ચક્રવર્તીની આડોડાઇ: ઇડીને પૂછપરછમાં ન આપ્યો સહયોગ, સવાલોના આપ્યા આવા જવાબ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!