GSTV
Home » News » BJP ઉત્તર પ્રદેશનો ખજાનો ખાલી કરીને હવે જનતાના ખીસ્સા કરશે ખાલી: કોંગ્રેસનાં નેતાનાં પ્રહારો

BJP ઉત્તર પ્રદેશનો ખજાનો ખાલી કરીને હવે જનતાના ખીસ્સા કરશે ખાલી: કોંગ્રેસનાં નેતાનાં પ્રહારો

વીજળીની કિંમતોમાં વધારાથી ઉત્તર પ્રદેશનું રાજકારણ ગરમાયુ છે. બસપા સુપ્રિમો માયાવતી અને સપા અધ્યક્ષ અખિલેશ યાદવ બાદ કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ બીજેપી સરકાર પર પ્રહાર કર્યા છે.

પ્રિયંકા ગાંધીએ ટ્વીટ કરીને લખ્યુ છેકે, પહેલાં મોંઘા પેટ્રોલ અને ડીઝલનો બોઝ અને હવે મોંઘી વીજળીનો માર. ઉત્તર પ્રદેશની બીજેપી સરકાર સામાન્ય જનતાના ખીસ્સા ખાલી કરવામાં લાગી છે. કેમ ખજાનો ખાલી કરીને બીજેપી સરકાર હવે જનતા પર મોંઘવારીની ચાબુક ચલાવી રહી છે. કેવી સરકાર છે આ?

માયાવતીએ ગણાવ્યો જનવિરોધી નિર્ણય

માયાવતીએ ટ્વીટ કરીને કહ્યુ, યુપી બીજેપી સરકાર દ્વારા વીજળીના દરોમાં વધારાને મંજુરી આપવી એ જનવિરોધી નિર્ણય છે. તેનાંથી પ્રદેશમાં કરોડો ખાસકરીને મહેનત કરનારી જનતા પર મોંઘવારીનો વધુ બોઝ વધશે. અને તેમનું જીવન વધારે ત્રસ્ત અને ક્શ્ટદાયી થઈ જશે. સરકાર આની ઉપર તરત જ વિચાર કરે તે યોગ્ય રહેશે.

અખિલેશે પણ કર્યુ ટ્વીટ

જ્યારે અખિલેશ યાદવે ટ્વીટ કર્યુ હતુકે, એક તરફ ઘટતી આવક અને માંગ અને વધતા ખર્ચાને કારણે દેશની ઉત્પાદકતા સતત નીચે આવી રહી છે. જ્યારે પ્રદેશમાં વીજળીનાં દરો ઉપર જઈ રહ્યા છે. કારોબારી અને જનતા દરેક ત્રસ્ત છે. ઉત્તર પ્રદેશમાં રોકાણની જાહેરાતો થોથી સાબિત થઈ રહી છે. કારણકે, આમના માટે કોઈ પણ બેંક પૈસા લગાવવા માટે તૈયાર નથી.

ઉલ્લેખનીય છેકે, ઉત્તર પ્રદેશ વિદ્યુત નિયામક આયોગે મંગળવારે સાંજે વીજળીનાં દરોમાં વધારો કરવાની જાહેરાત કરી હતી. જે મુજબ ઘરવપરાશની વીજળીની કિંમતોમાં 8થી 12 ટકાનો વધારો કરાયો છે. અને ઔદ્યોગિક વીજળીનાં દરોમાં 10 ટકા જેટલો વધારો કરાયો છે.

READ ALSO

Related posts

શિક્ષક કભી સાધારણ નહીં હોતા : ગામોમાં જઈને સર્વે કરી ‘અભણો’ શોધવાની કામગીરી સોંપાઈ

Mayur

ચૂંટણી કાર્ડને આધાર સાથે જોડવા સરકાર કાયદામાં સુધારા કરશે

Mayur

ગુનાઇત રેકોર્ડ ધરાવતા લોકોને પક્ષે ટિકિટ ના આપવી જોઇએ : ચૂંટણી પંચે સુપ્રીમને પત્ર લખતા નેતાઓમાં ફફડાટ

Mayur
Do NOT follow this link or you will be banned from the site!