GSTV

CAA Protest: UP પોલીસની સામે પ્રિયંકા ગાંધીનો હલ્લાબોલ, NHRCમાં કરી શકે છે ફરિયાદ

Last Updated on January 27, 2020 by Mansi Patel

નાગરિકતા સંશોધન કાયદા પર જોવા મળતા રાજકીય ઘમાસાણ વચ્ચે રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી સહિતના કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓએ રાષ્ટ્રીય માનવાધિકાર પંચના પ્રમુખ સાથે મુલાકાત કરી.

આ દરમિયાન તેઓએ ઉત્તર પ્રદેશ પોલીસની કથિત કાર્યવાહી અંગે વિસ્તૃત રિપોર્ટ સોંપ્યો. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો કે ઉત્તર પ્રદેશ પોલીસે સીએએ વિરૂદ્ધ પ્રદર્શન કરનારા લોકો પર જુલમ ગુજાર્યો હતો.

રાહુલ, પ્રિયંકાની સાથે યુપી કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અજયકુમાર લલ્લુ, અભિષેક મનુ સિંઘવી, જિતિન પ્રસાદ, રાજીવ શુક્લા અને સલમાન ખુર્શીદ હાજર હતા. ડિસેમ્બરમાં સીએએ અને એનઆરસી વિરૂદ્ધ યુપીમાં થયેલાં પ્રદર્શનો દરમિયાન અનેક લોકોના જીવ ગયા હતા જ્યારે કેટલાંક લોકો ઘાયલ પણ થયા હતા.

આ ઘટનાઓને લઈને કોંગ્રેસ સહિતની વિપક્ષી પાર્ટીઓ ઉત્તર પ્રદેશ પોલીસ પર અત્યાચારના આરોપ લગાવી રહ્યાં છે. મુઝફ્ફરનગર, કાનપુર, મેરઠ અને લખનઉ સહિત અનેક શહેરમાં હિંસા જોવા મળી, જે બાદ પ્રિયંકા ગાંધીને લખનઉ, મેરઠ અને મુઝફફરનગર જઈ પીડિત પરિવારો સાથે મુલાકાત કરી હતી.

READ ALSO

Related posts

યુવાનો સ્ટ્રોકથી સાવધાન / ભારતમાં દર વર્ષે 18 લાખ કેસ નોંધાય છે : 25 ટકા દર્દીઓ 50 વર્ષથી ઓછી વયના, કઈ રીતે રોકવી આ બિમારી?

Zainul Ansari

ચેતવણીરૂપ સમાચાર / કારમાં CNG ગેસ ભરાવતા સમયે થયો જોરદાર વિસ્ફોટ, કારનું નીકળી ગયું કચ્ચરઘાણ

Zainul Ansari

વાઇરલ વિડીયો / દીકરાએ પિતાને કરાવ્યો સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ રહેલ ટ્રેન્ડ, પછી જે થયું તે જોઈને તમે પણ હસી પડશો

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!