GSTV
Home » News » નીડરતાની ફિલ્મો કરનાર આખુ બોલિવૂડ મોદીનાં ડરનાં કારણે સરકારનું સમર્થન કરે છે

નીડરતાની ફિલ્મો કરનાર આખુ બોલિવૂડ મોદીનાં ડરનાં કારણે સરકારનું સમર્થન કરે છે

bollywood

લોકસભા ચૂંટણી 2019 માટેની ઝુંબેશ ટોપ ગેરમાં છે. આ દરમિયાન કૉંગ્રેસના નેતા અને નોર્થ સેન્ટ્રલ મુંબઇ પક્ષના ઉમેદવાર પ્રિયા દત્તએ કહ્યું છે કે હાલમાં બૉલીવુડ મોદીનાં ભયથી સરકારને ટેકો આપે છે. પ્રિયા દત્ત મુંબઇ નોર્થ સેન્ટ્રલના કૉંગ્રેસ સાંસદ છે.

બોલિવૂડ કલાકારોમાં સરકારને ટેકો આપવાના વલણ અંગે પ્રિયા દત્તએ વાત કરી હતી. મુંબઈના વીઆઈપી મતદારક્ષેત્રમાંથી લોકસભાની ચૂંટણી લડતા પ્રિયાએ કહ્યું હતું કે તમને નથી લાગતું કે બોલિવૂડનાં સરકારના ટેકા પાછળ ડરનું ફેક્ટર કામ કરે છે કંઈ બીજું નહીં.

પ્રિયા દત્તએ આગળ કહ્યું, “દરેક વ્યક્તિને અસર થઈ છે. પ્રત્યેક નાગરિકને તેમનો અભિપ્રાય વ્યક્ત કરવાનો અધિકાર છે. અમે તેમને પ્રભાવશાળી લોકો કહી શકીએ છીએ તેઓને પણ તેમનાં મતો આપવાનો અધિકાર છે.”

જ્યારે પ્રિયા દત્તને પૂછવામાં આવ્યું હતું કે આજકાલ બોલીવુડના કલાકારો વચ્ચે એક પ્રકારની સ્પર્ધા ચાલી રહી છે કે સરકાર વિશે વાત કરવાની અને તેમને ટેકો આપવાની. એના જવાબમાં પ્રિયા દત્તએ કહ્યું, “તમને નથી લાગતું કે આના પાછળ કોઈ અન્ય કારણ નહીં પણ માત્ર ડરનુ ફેક્ટર જ કામ કરે છે.”

એકવાર ફરી તેમને પૂછવામાં આવ્યું હતું કે તમને ખરેખર લાગે છે કે એની પાછળ ફિયર ફેક્ટર જ કામ કરી રહ્યું છે. એના પર પ્રિયા દત્તએ કહ્યું, “મને તો એવું જ લાગે છે કે આ જ રીતે બધા એના સપોર્ટમાં બોલે છે. અન્યથા કેમ અચાનક આટલો ફેરફાર થઈ શકે?”

READ ALSO

Related posts

મેક્સિકોમાં ભૂકંપ બાદ એક બિલ્ડીંગના ધરાશાયી થવાનો વીડિયો થયો વાયરલ પણ હકિકતે ઈમારત તો…

Bansari

દિવાળી અને બેસતા વર્ષ જેવા તહેવારોને ધ્યાનમાં રાખી મોદી સરકારે આપી મસમોટી ભેટ

Mayur

સીજેઆઈ રંજન ગોગોઈ થયા નારાજ, પૂર્વ આઈપીએસના એક પુસ્તક મામલે થઈ જોરદાર ઉગ્ર દલીલો

Mayur
Do NOT follow this link or you will be banned from the site!