કોંગ્રેસ નેતા પી. ચિદંબરમે દેશના આર્મી ચીફ બિપિન રાઉતને કહ્યું કે. તેમણે નેતાઓને સલાહ આપવી જોઈએ નહી, તેઓ સેનાના જનરલ છે અને તેમણે પોતાના કામથી કામ રાખવું જોઈએ. DGP અને આર્મી જનરલોને સરકારને સપોર્ટ કરવાનું કહેવામાં આવી રહ્યું છે, આ શરમની વાત છે.

કોંગ્રેસ પાર્ટીના સ્થાપના દિવસના અવસરે તિરુવનંતપુરમમાં એક રેલીમાં પી. ચિદંબરમે કહ્યું, DGP, આર્મી જનરલોને સરકારને સપોર્ટ કરવાનું કહેવામાં આવી રહ્યું છે, આ શર્મનાક છે, મારે જનરલ રાઉતને અપીલ કરવી છે કે, તમે આર્મી ચીફ છો અને તમારા કામથી કામ રાખો. જે નેતાઓએ કરવાનું છે તે નેતાઓ જ કરશે. આ આર્મીનું કામ નથી કે તેઓ નેતાઓને કહે કે અમારે શું કરવું જોઈએ. જેમ કે તે અમારું કામ નથી કે અમે તમને જણાવીએ કે યુદ્ધ કેવી રીતે લડવામાં આવે? જો તમે યુદ્ધ લડી રહ્યાં હોય તો અમે તમને નથી કહેતા કે, યુદ્ધ કેવી રીતે લડો. તમે યુદ્ધ તમારા મગજથી લડો છો. આ દેશમાં રાજનીતિ અમે ચલાવીશું.

નોંધનીય છે કે, નાગરિકતા બીલના વિરોધમાં દેશમાં ચાલી રહેલા પ્રદર્શનો પર આર્મી ચીફ જનરલ બિપિન રાઉતે કહ્યું હતું કે, નેતા તે નથી જે લોકોને ખોટી દિશામાં લઈ જાય, જેવું કે આપણે જોઈએ છીએ કે મોટી સંખ્યામાં યૂનિવર્સિટી અને કોલેજના વિદ્યાર્થીઓને લઈ જવામાં આવી રહ્યાં છે. જ્યાં બાદમાં આગચંપી અને હિંસા થઈ, આ નેતૃત્વ નથી.
READ ALSO
- મોદી સરકારની પેરિસ ઓલિમ્પિક પર નજર, સ્પોર્ટ્સ બજેટમાં 27 ટકાનો વધારો, જાણો વિગતો
- ડ્રેગનને હવે નાના દેશો પણ નથી ગાંઠતા? / ભારતની નજીકનો દેશ જેની વસ્તી માત્ર 9 લાખ તેણે ચીનને બતાવી આંખ
- જગદીપ ધનખડ, કિરણ રિજ્જુ વિરુદ્ધ બોમ્બે હાઈકોર્ટમાં પીઆઈએલ, સુપ્રીમ કોર્ટ કોલેજિયમ વિરુધ્ધ ટિપ્પણી કરવાનો છે મામલો
- આણંદ / વ્યાજખોરોના ત્રાસથી પાનની દુકાન ચલાવનારે કરી આત્મહત્યા
- હિમપ્રપાત / જમ્મુ-કાશ્મીરના ગુલમર્ગમાં ભૂસ્ખલન, 2 વિદેશી નાગરિકોના મોત