GSTV

અા તસવીરથી કદાવર નેતાની રાજકીય કારર્કીદીમાં સર્જોયો હતો ભૂકંપ, અાજે દુનિયામાં નથી

Last Updated on October 19, 2018 by Karan

ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડના પૂર્વ મુખ્યપ્રધાન નારાયણ દત્ત તિવારીનું નિધન થઇ ચુક્યું છે. તેમણે 93 વર્ષની વયે દિલ્હીના સાકેત સ્થિત મેક્સ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા છે. એનડી તિવારીનું નિધન તેમના જન્મ દિવસે જ થયું છે. ઉત્તરાખંડના મુખ્યપ્રદાન ત્રિવેન્દ્ર સિંહ રાવત અને ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથ સહિત તમામ રાજકીય હસ્તીઓએ એનડી તિવારીના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. એનડી તિવારીની તબિયત લથડ્યા બાદ થોડા દિવસો પહેલા તેમને દિલ્હીની મેક્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. એનડી તિવારીના પુત્ર રોહિત શેખર તિવારીએ પોતે ટ્વિટ કરીને પોતાના પિતા એનડી તિવારની હાલત નાજુક હોવાની વાત કહી હતી.

છેલ્લા ઘણા મહિનાઓથી તેમની સતત બગડતી રહી હતી.આંધ્રપ્રદેશના ગવર્નર રહી ચુકેલા એનડી તિવારીનો જન્મ 18 ઓક્ટોબર 1925ના રોજ કુમાઉંની પરિવારમાં થયો હતો. તિવારીનો ઇતિહાસ ખરડાયેલો રહેલો છે. આ વાત 2009ની છે. તે સમયે કોંગ્રેસના દિગ્ગજ નેતા એનડી તિવારી આંધ્રપ્રદેશના ગર્વનર હતા.  એક દિવસ ટીવી પર તેમની કથિત સેક્સ સિડી ટેલીકાસ્ટ થઈ હતી જેણે સમગ્ર દેશના રાજકારણમાં ભૂકંપ લાવી દીધું હતું. તે સિડીમાં તિવારી ત્રણ મહિલાઓ સાથે આપત્તિજનક સ્થિતિમાં જોવા મળ્યા હતાં. આ વીડિયો ક્લિપ એક તેલુગુ ચેનલે ટેલીકાસ્ટ કરી હતી.  આ સિડી કાંડ પછી તિવારીએ ગર્વનર પદેથી રાજીનામું આપવું પડ્યું હતું.

 રિપોર્ટ પ્રમાણે રાધિકા નામની એક મહિલાએ એવું કહીને લોકોને ચોંકાવ્યા હતા કે, તિવારીના કહેવાથી જ એક શખ્સ દ્વારા ત્રણ છોકરીઓને રાજભવન મોકલી હતી. જોકે આ કેસ મીડિયામાં આવ્યા પછી તિવારીએ માફી માંગીને તેને વિપક્ષનું કાવતરું ગણાવ્યું હતું. ત્યારે આંધ્રના અખબારોમાં સિડી કાંડને લઈને રાજભવનને ‘બ્રોથોલ હાઉસ’ નામ આપ્યું હતું.

 એનડી તિવારી ઉત્તરપ્રદેશ અને ઉત્તરાખંડમાં મુખ્યપ્રધાન રહી ચુક્યા હતા. યુપીના સીએમ તરીકે તેમણે 1976-77, 1984-85 અને 1988-89માં ત્રણ વખત ગાદી સંભાળી હતી. જ્યારે કે 2002થી 2007 દરમિયાન તેઓ ઉત્તરાખંડના સીએમ રહ્યા હતા. એનડી તિવારી પાસે બહોળો રાજકીય અનુભવ હતો.. તેઓ 1986-87 સુધી રાજીવ ગાંધી કેબિનેટમાં વિદેશ પ્રધાન હતા. જ્યારે કે 2007થી 2009 સુધી આંધ્રપ્રદેશના રાજ્યપાલ રહ્યા હતા. 1990ના દાયકામાં એક સમયે તેઓ વડાપ્રધાન પદના દાવેદાર મનાઇ રહ્યા હતા. પરંતુ પીએમ પદની ખુરશી પીવી નરસિમ્હા રાવને મળી હતી.

Related posts

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે વીર સાવરકર ધ મેન હુ કુડ હેવ પ્રિવેન્ટેડ પાર્ટીશન પુસ્તકનું કર્યું વિમોચન

pratik shah

કળયુગી પત્ની / પ્રેમ સંબંધમાં અવરોધ બનેલા પતિની પત્નીએ કરાવી હત્યા, આંસુ વહાવવાની જગ્યાએ મૃતદેહનો ઉતાર્યો વીડિયો

Zainul Ansari

જાણવા જેવું / એરોપ્લેનના પાઈલટ અને કો-પાઈલટને કેમ આપવામાં આવે છે અલગ-અલગ ફૂડ? જાણો તેના પાછળનું કારણ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!