GSTV
Gujarat Government Advertisement

અદાર પૂનાવાલા ધમકીઓ આપનારા નેતાઓના નામ સાર્વજનિક કરે, કોંગ્રેસ કરશે સુરક્ષાઃ નાના પટોલે

Last Updated on May 3, 2021 by Bansari

સીરમ ઈન્સ્ટિટ્યુટ ઓફ ઈન્ડિયાના CEO અદાર પૂનાવાલાના કથિત રીતે કેટલાક નેતાઓ દ્વારા ધમકી અપાયાના નિવેદન મામલે મહારાષ્ટ્ર કોંગ્રેસના પ્રમુખ નાના પટોલેએ પોતાની પ્રતિક્રિયા આપી છે. પટોલેના કહેવા પ્રમાણે પૂનાવાલાએ જેમણે તેમને ધમકીઓ આપી છે તે નેતાઓના નામ સાર્વજનિક કરવા જોઈએ.

નાના પટોલેએ જણાવ્યું હતું કે અદાર પૂનાવાલાનું કહેવું છે કે કેટલાક નેતાઓએ તેમને ધમકી આપી છે. કોંગ્રેસ તેમની સુરક્ષાની સંપૂર્ણ જવાબદારી લે છે, પરંતુ તેમણે એ સાર્વજનિક કરવું જોઈએ કે તે નેતા કોણ છે.

પૂનાવાલાને દેશના જ કેટલાક નેતાઓ અને શક્તિશાળી લોકોએ ધમકીઓ આપી હતી. ત્યાર બાદ તેઓ કેટલાક દિવસ માટે સહપરિવાર બ્રિટન જતા રહ્યા હતા. પૂનાવાલાએ પોતે જ તેમને વેક્સિન માટે દેશના કેટલાક શક્તિશાળી લોકો ધમકાવી રહ્યા હોવાની માહિતી આપી હતી.

ફોન પર મળી રહી ધમકી

પૂનાવાલાએ કરેલા દાવા પ્રમાણે તેમને રાજ્યોના મુખ્યમંત્રી, ઈન્ડસ્ટ્રી ચેમ્બર્સના પ્રમુખ અને અનેક પ્રભાવશાળી હસ્તિઓ ધમકી આપી રહી હતી. તેઓ ફોન પર કોવિશીલ્ડ વેક્સિન તાત્કાલિક પૂરી પાડવા માંગણી કરતા હતા. સાથે જ તેમણે પોતે વેક્સિન નિર્માણના વિસ્તારની યોજના સાથે લંડન આવ્યા હોવાનો સંકેત પણ આપ્યો હતો.

અગાઉ કેન્દ્રીય ગૃહ મંત્રાલયના આદેશ પ્રમાણે અદાર પૂનાવાલાને સીઆરપીએફ તરફથી વાય કેટેગરીની સુરક્ષા આપવામાં આવી હતી. તેમાં 11 જવાન હોય છે જેમાં 1-2 કમાન્ડો અને પોલીસકર્મી પણ સામેલ હોય છે. તેમને આ સુરક્ષા દેશભરમાં પ્રદાન કરવામાં આવી છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

ચિંતાજનક / પ્રથમ વાર પરમાણું બોમ્બના જથ્થામાં ઘટાડો, બીજી બાજુ ચીન-પાકિસ્તાન વસાવી રહ્યું છે મહાવિનાશક હથિયાર

Dhruv Brahmbhatt

જો તમે વર્ક ફ્રોમ હોમ દરમિયાન તણાવ અનુભવો છો તો અજમાવો આ પદ્ધતિઓ

Vishvesh Dave

ચિરાગ પાસવાનને વધુ એક ઝટકો / લોકસભામાં કાકા પશુપતિ પારસ હશે LJP ના નેતા, સ્પીકરની મહોર

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!