GSTV
Ahmedabad ગુજરાત ટોપ સ્ટોરી

કોંગ્રેસ નેતા મલ્લિકાર્જૂન ખડગે આવશે ગુજરાત, ગાંધી આશ્રમની લેશે મુલાકાત

કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણીમાં દેવાદાર કોંગ્રેસ નેતા મલ્લિકાર્જૂન ખડગે ગુજરાત આવશે. મલ્લિકાર્જૂન ખડગે આવતકાલ 6 ઓક્ટોબરથી બે દિવસ ગુજરાતની મુલાકાતે આવશે. અમદાવાદ એરપોર્ટ પર હજારોની સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ સ્વાગત કરશે. મલ્લિકાર્જૂન ખડગે ગાંધી આશ્રમની પણ મુલાકાત કરે તે પ્રકારનું કોંગ્રેસ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણીમાં મલ્લિકાર્જૂન ખડગે ગુજરાત કોંગ્રેસ પાસે સમર્થન માંગે તેવા સંજોગો જોવાઇ રહ્યાં છે.

દેશની સૌથી જૂની પાર્ટી કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી માટેના ઉમેદવારોના નામ નક્કી થઈ ગયા છે. મલ્લિકાર્જુન ખડગે અને શશિ થરૂર વચ્ચે ચૂંટણી લડાશે. 22 વર્ષ બાદ કોંગ્રેસમાં અધ્યક્ષ પદ માટે મતદાનની સ્થિતિ જોવા મળી રહી છે. કોંગ્રેસના અધ્યક્ષ પદની ચૂંટણી માટે 17 ઓક્ટોબરે મતદાન થશે, જ્યારે 19 ઓક્ટોબરે ચૂંટણી પરિણામ જાહેર થશે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

આ પણ વાંચો

Related posts

મોરબી! ભાજપનો ઝંડો લગાવેલી જીપે આપના ઉમેદવાર પર ચઢાવવાની કોશિશ કર્યાની અરજી, પોલીસ રક્ષણની કરી માંગ

pratikshah

ઇન્દ્રનીલ રાજ્યગુરુએ જાહેરસભામાં આમઆદમી પાર્ટી અને ભાજપ પર કર્યા આકરા પ્રહાર, જાણો શું છે સમગ્ર બાબત

pratikshah

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે આજથી બે દિવસ ગુજરાત પ્રવાસે! અમદાવાદ, કડી, આેલપાડ અને ડેડીયાપાડામાં જંગી જાહેરસભાને સંબોધશે

pratikshah
GSTV