કોંગ્રેસ નેતા જિતિન પ્રસાદે ભાજપમાં સામેલ થવાના અહેવાલને રદીયો આપી તેને અફવા ગણાવી. મીડિયા સાથે વાતચીત દરમ્યાન જિતિન પ્રસાદે જણાવ્યુ કે, ભાજપ દ્વારા કેટલીક અફવા ફેલાવવામાં આવી રહી છે. આ પહેલા એવા અહેવાલ સામે આવ્યા હતા કે, કોંગ્રેસના દિગ્ગજ નેતા જિતિન પ્રસાદ ભાજપમાં સામેલ થઈ શકે છે.
જિતિન પ્રસાદને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના સૌથી નજીકના સાથી ગણવામાં આવે છે. મીડિયા સાથેની વાતચીત દરમ્યાન જિતિન પ્રસાદે ભાજપમાં સામેલ થવા અંગે કોઈપણ પ્રકારનો જવાબ આપ્યો નહોતો. તેમણે જણાવ્યુ કે, મીડિયા દ્વારા ખોટા અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યા છે.

READ ALSO
- દુનિયાની સૌથી શક્તિશાળી સેનાની યાદી પડી બહાર, ભારતનો આજે પણ છે દબદબો : પાકિસ્તાન છે આ નંબરે
- વડોદરામાં યુવક કોંગ્રેસ દ્વારા હુંકાર રેલીનું આયોજન, ભાજપ સરકારની નિષ્ફળતા પર કર્યા આકરા પ્રહારો
- આત્મઘાતી હુમલાથી ઇરાકની રાજધાની બગદાદ હલબલી ઉઠ્યું, 32ના મોત અને 110 ઘાયલ
- તણખા ઝર્યા/ અમેરિકાની નવી સરકારે ચીનને ગણાવ્યો સૌથી મોટો ખતરો, ચીનની આવી આ પ્રતિક્રિયા
- અમદાવાદ સિવિલમાં સફાઈ કરતા કર્મીને અપાઈ પ્રથમ રસી, કોઈ આડઅસર નથી દેખાતી