GSTV
India News ટોપ સ્ટોરી

કોંગ્રેસ નેતા જયરામ રમેશે ભારતીય જેમ્સ બોન્ડના પુત્રને લઈ કર્યા કેટલાક ખુલાસા

રાષ્ટ્રીય સુરક્ષાના સલાહકાર અજીત ડોવાલના પુત્ર પર કોંગ્રેસે પ્રહાર કર્યા છે. કોંગ્રેસના નેતા જયરામ રમેશે કહ્યું કે, અજીત ડોવાલના પુત્રની ટેક્સ હેવનમાં કંપની છે. આ કંપની ડી-કંપનીની જેમ છે. એક અંગ્રેજી મેગેઝીને વિવેક ડોવાલની કંપનીએ અંગે ખુલાસો કરતા રાજકીય ભૂકંપ આવ્યો છે. જયરામ રમેશે આરોપ લગાવતા કહ્યું કે, નોટબંધી બાદ અને ટેક્સ હેવન દ્વારા ભારતમાં મોટી રકમ આવી છે. જેની તપાસ થવી જોઈએ. કાળાનાણા પર રિપોર્ટ લખનાર અજીત ડોવાલના પુત્ર વિવેક ડોવાલ પોતાની જાળમાં ફસાયા છે.

આઠ નવેમ્બર, 2016ના રોજ નોટબંધીની જાહેરાત કરવામાં આવી હતી. તેના 13 દિવસ બાગ એટલે કે 21 નવેમ્બર, 2016ના રોજ વિશાલ ડોવાલે ટેક્સ હેવન કેમૈન આઈલેન્ડમાં જીએનવાઈ એશિયા નામની કંપનીમાં નોંધણી કરાવી હતી. કેમૈન આઈલેન્ડને ટેક્સ હેવન તરીકે ઓળખવામાં આવે છે. વિશાલ બાદ શૌર્ય ડોવાલનું નામ પણ કોંગ્રેસે લીધુ છે. કોંગ્રેસનો આક્ષેપ છે કે, કેમૈન આઈલેન્ડ દ્વારા ભારતમાં મોટા પ્રમાણમાં નાણા આવ્યા. એપ્રિલ,2017થી માર્ચ 2018 વચ્ચે 8 હજાર 300 કરોડ રૂપિયા ભારતમાં આવ્યા છે. પહેલા કરતા બે હજાર 226 ટકા વધારે છે.

Related posts

મહિલાનો હાથ ટૂટવા પર બેશરમીથી હસવું પોલીસ કર્મીને ભારે પડી ગયું, કોર્ટે આપી એવી સજા કે વિચારતા રહી જશો

GSTV Web Desk

BIG NEWS : ગુજરાતના 6 પોલીસ અધિકારીઓ સહિત 151 પોલીસ કર્મીઓને આ વર્ષે મળશે સન્માન, કેન્દ્ર સરકારે નામની કરી જાહેરાત

GSTV Web Desk

‘હર ઘર તિરંગા’ / પોસ્ટ વિભાગે માત્ર 10 દિવસમાં 1 કરોડથી વધુ રાષ્ટ્રીય ધ્વજનું કર્યું વેચાણ, 4.2 લાખ કર્મચારીઓ ખડેપગે

Hardik Hingu
GSTV