GSTV
Home » News » જામનગર-દ્વારકામાં કોંગ્રેસને ફટકો, રૂપાલાની સભામાં કોંગ્રેસનાં નેતાએ કેશરિયા કર્યા

જામનગર-દ્વારકામાં કોંગ્રેસને ફટકો, રૂપાલાની સભામાં કોંગ્રેસનાં નેતાએ કેશરિયા કર્યા

જામનગર લોકસભા બેઠકનાં ભાજપ ઉમેદવાર અને વર્તમાન સાંસદ પૂનમ માડમનાં સમર્થનમાં આજે જામખંભાળિયા અને જામનગરમાં સભા યોજાઇ હતી. કેન્દ્ર સરકારનાં કૃષિરાજ્ય પ્રધાન અને ગુજરાતનાં ગામઠી નેતા તરીકે પ્રખ્યાત એવા મંત્રીશ્રી પુરૂષોત્તમ રૂપાલાએ જાહેરસભાને સંબોધન કર્યુ હતું. જેમાં કોંગ્રેસનાં હોદ્દેદારો ભાજપમાં જોડાયા હતાં. સભા દરમ્યાન રૂપાલાએ મોદી સરકારની યોજનાઓ પર પ્રકાશ પાડ્યો હતો. કોંગ્રેસ સામે વાકપ્રહારો કર્યા હતા.આ તકે ગૃહ નિર્માણ બોર્ડના ચેરમેન મુળુ બેરા, ચેરમેન મેઘજી કણઝારીયા, આગેવાન નાથુભાઈ વાનરીયા, ,નગર પાલિકા પ્રમુખ શ્વેતાબેન શુક્લ ઉપસ્થિત રહ્યા હતા.

જો કે એક પછી એક કોંગ્રેસને ફટકા લાગી રહ્યા છે. જેમાં ખંભાળીયા ખાતે કેન્દ્રીય પ્રધાન પુરૂષોતમ રૂપાલાના હસ્તે સુન્ની મુસ્લિમ સમાજના પ્રમુખ હુસેન ભોકલ સહિત મુસ્લિમ જમાતનાં 18 જેટલા આગેવાનોએ ભાજપ સાથે જોડાણ કરીને કેસરીયો ધારણ કર્યો છે. આ બેઠક પર લઘુમતી વોટ બેંક કોંગ્રેસની છે ત્યારે સુન્ની મુસ્લિમ સમાજનાં પ્રમુખ સહિતના 18 કાર્યકરો ભાજપમાં જોડાતા કોંગ્રેસની લઘુમતિ વોટબેંકમાં ચોક્કસપણે ફટકો પડશે.

બીજી તરફ જામનગર શહેર કોંગ્રેસ પ્રમુખ ગીરીશ અમેથીયા ભાજપમાં જોડાતા તેને કોંગ્રેસ પક્ષમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાના આદેશથી તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. કોંગ્રેસ પ્રદેશ સમિતિના ઉપપ્રમુખ ગીરીશ દેવેએ પત્ર જાહેર કરી ગીરીશ અમેથીયાને કોંગ્રેસમાંથી સસ્પેન્ડ કરવાની જાહેરાત કરી છે. ઉલ્લેખનિય છે કે કેન્દ્રીયમંત્રી પરસોત્તમ રૂપાલાએ ગીરીશ અમેથીયાનું કેસરીયો ખેસ પહેરાવી સ્વાગત કર્યુ હતું. જામનગરમાં પરસોત્તમ રૂપાલાની સભા યોજાઇ હતી.જેમાં આગવી કાઠિયાવાડી શૈલીમાં સભા સંબોધી હતી..પરસોત્તમ રૂપાલાને સાંભળવા મોટા પ્રમાણમાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

READ ALSO

Related posts

ગાજીપુરમાં બસપાને બદલે ભાજપને મત આપનારી મહિલાની પતિએ કરી હત્યા

Dharika Jansari

રાહુલ ગાંધી સહિતના કોંગ્રેસના નેતાઓને મોટી રાહત મળી, 5000 કરોડના દાવા અમદાવાદમાંથી પરત ખેંચાયા

Karan

પરિણામ પહેલાં 21 પાર્ટીઓની બેઠક, સુપ્રીમ બાદ હવે ચૂંટણીપંચનો દરવાજો ખખડાવ્યો

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!