GSTV
Home » News » હાર્દિક પટેલને થપ્પડ મારવા પાછળ ખરું કારણ આ છે, થયો મોટો ખુલાસો

હાર્દિક પટેલને થપ્પડ મારવા પાછળ ખરું કારણ આ છે, થયો મોટો ખુલાસો

gstv

કોંગ્રેસનાં નેતા હાર્દીક પટેલ શુક્રવારે ગુજરાતમાં સુરેન્દ્રનગર માં ચૂંટણીની સભા સંબોધીત કરતા હતા. તે દરમ્યાન એક વ્યકિત સ્ટેજ પર આવીને હાર્દીકને થપ્પડ મારી દીધો હતો. જ્યારે હાર્દીકનાં સમર્થકોએ આરોપીને ઝડપીને ઢોર માર મારવામાં આવ્યો હતો. ત્યારે પોલિસે બીચ બચાવ કરીને તેની ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે થપ્પડ મારવાવાળી વ્યકિત મહેસાણાનો તરૂણ ગજ્જર છે. તેણે જણાવ્યું કે પાટીદાર આંદોલન વખતે મારી પત્નિ ગર્ભવતી હતી. ત્યારે તેની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. તે દરમ્યાન મને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હતો. ત્યારે મે નક્કી કર્યું હતું આ માણસને જરૂરથી મારીશ. અને આ માણસને કોઈપણ હિસાબે પાઠ ભણાવીશ.

Hardik Patel Surendranagar

તરુણે કહ્યું – અમદાવાદમાં હાર્દિકની રેલી દરમિયાન હું મારા બાળક માટે દવાઓ લેવા ગયો હતો. આ સમય દરમ્યાન બધું બંધ હતું. ગમે ત્યારે તેઓ રસ્તાઓ બંધ કરે છે. જ્યારે તેઓને ગમે તે ગુજરાત બંધ કરવા માંગે છે. તે કોણ છે? તે ગુજરાતનો હિટલર છે? તરૂણે પાટીદાર આંદોલન દરમિયાન મૃત્યુ પામ્યા 14 યુવકોની હત્યા માટે હાર્દિકને જવાબદાર ઠેરવ્યા હતા. કોંગ્રેસમાં જોડાવા માટે હાર્દિક વિરોધ સામે પણ તે ચીસો પાડતો હતો.

પાટીદાર રિઝર્વેશન મૂવમેન્ટ કમિટી (PASS) ના ભૂતપૂર્વ નેતા હાર્દિકનું ગુજરાત ગૃહરાજ્ય છે. ત્યારે સુરેન્દ્રનગર જીલ્લાના વઢવાણ તાલુકાના બલાદાણા ગામાં જન આક્રોશ રેલીને સંબોધન કરતા હતા. આ ઘટના પછી પણ હાર્દીકે તેનું સંબોધન ચાલુ રાખ્યું હતું. તેમણે પછી પત્રકારોને કહ્યું કે તેમેને ડરાવવા માટેનું બીજેપીનું ષડયંત્ર છે. જ્યારે હુમલાખોર સ્થાનિક નથી પણ બાહ્ય છે. ભાજપ મારા પર હુમલો કરી રહ્યો છે. તેઓ મને મારી નાખવા માંગે છે, પણ અમે ચૂપ રહીશું નહીં. હાર્દિકે પોલીસ સ્ટેશનમાં આ બાબતે ફરિયાદ નોંધાવી છે.

અગાઉ ગુરુવારે ભાજપના કાર્યાલયમાં પ્રવક્તા જીવીએલ નરસિંહ રાવ પર પ્રેસ કોન્ફરન્સ દરમિયાન એક વ્યક્તિએ જૂતુ ફેકીને માર્યું હતું. બીજેપીની ઑફિસમાં પહેલી વાર આ પ્રકારની બનાવ બની છે. ત્યારે એવું કહેવામાં આવ્યું છે કે જીવીએલ ભારવાલા ભાજપના ઉમેદવાર સાધવી પ્રજ્ઞાની પ્રેસ કોન્ફરન્સમાં ઉમેદવારીની વાત કરી રહ્યા હતા. ઘટના પછી જી.વી.એલ. પ્રેસ કોન્ફરન્સને રોકી ન હતી અને પત્રકારોને બેસી રહેવા માટે કહ્યું હતું. તેમણે કહ્યું કે હુમલાખોરે કોંગ્રેસની માનસિકતા દર્શાવી છે. દરમિયાન, બીજેપીના જનરલ સેક્રેટરી ભૂપેન્દ્ર યાદવ પણ સ્ટેજ પર હાજર હતા. જૂતા ફેંકનારની ઓળખ કાનપુરના ડૉ. શક્તિ ભાર્ગવ તરીકે કરવામાં આવી હતી, જે પોતાની જાતને વ્હિસલ બ્લોવર તરીકે વર્ણવે છે.

READ ALSO

Related posts

પિતાને જેલમાં અપાઈ રહ્યું છે ઝેર, નવાઝ શરીફના દીકરાએ લગાવ્યા ગંભીર આરોપો

Bansari

કોંગ્રેસના સંકટમોચક મનાતા ડી.કે. શિવકુમારને દિલ્હી હાઇકોર્ટમાંથી મળી રાહત

Bansari

ઝારખંડમાં કોંગ્રેસને જોરદાર ઝટકો, પ્રદેશ કમિટીના અધ્યક્ષ સાથે 6 ધારાસભ્યોએ ધારણ કર્યો કેસરિયો

Bansari
Do NOT follow this link or you will be banned from the site!