GSTV
Home » News » પંડિત નહેરૂ પાસેથી શીખો અને સાધ્વી પ્રજ્ઞા સામે પગલા ભરો મોદીજી!

પંડિત નહેરૂ પાસેથી શીખો અને સાધ્વી પ્રજ્ઞા સામે પગલા ભરો મોદીજી!

રાજ્યસભામાં કોંગ્રેસનાં નેતા ગુલામનબી આઝાદે સાંસદ પ્રજ્ઞાસિંહ ઠાકુરનો બચાવ કરવા બદલ ભાજપ પર આકરો હુમલો કર્યો છે. ગુલામનબી આઝાદે જણાંવ્યું કે, એક તરફ ભાજપ ગાંધીજીની 150મી જન્મજયંતિ ઉજવી રહિ છે, પરંતુ તે સાથે જ જે વ્યક્તિએ જાહેરમાં ગાંધી બાપુનાં હત્યારાઓનાં વખાણ કર્યા હતાં. તેમની સામે કોઇ પગલા ભર્યા નથી. આ કેવી રીતે શક્ય છે, અને કોઇ તેને કઇ રીતે બચાવી શકે છે.

Ghulam Nabi Azad

ગુલામનબી આઝાદે કહ્યું કે, આ વર્ષે આપણે ગાંધી બાપુનો 150મો જન્મ મહોત્સવ ઉજવવાનાં છીએ, આ ગૌરવની વાત છે. સાથે સાથે મને એ વાતનો અફસોસ છે કે જે વર્ષે આપણે બાપુની 150મી જન્મજયંતિ ઉજવીશું, તે જ વર્ષે સત્તાધારી પાર્ટીમાં એવા સાંસદો પણ ચૂંટાઇને આવ્યા છે, જે ગાંધીનાં હત્યારાઓની સરાહના કરી રહ્યા છે. એક સાંસદે ચૂંટણી દરમિયાન કહ્યું કે ગાંધીની હત્યા કરવા વાળા દેશભક્ત હતાં. મારી વડાપ્રધાનને ફરિયાદ છે કે, ત્યારે જ તમારે તેમને પાર્ટીમાંથી હાંકી કાઢવા જોઇએ. તેમજ કહેવું જોઇતું હતું કે આ અમારો ઉમેદવાર નથી.

અત્રે ઉલ્લેખનિય છે કે, આઝાદ મધ્ય પ્રદેશનાં ભોપાલનાં સાંસદ સાધ્વી પ્રજ્ઞા તરફ ઇશારો કરી રહ્યા હતાં. સાધ્વી પ્રજ્ઞાએ કોંગ્રેસનાં ઉમેદવાર દિગ્વીજય સિહને હાર આપી છે. લોકસભા ચૂંટણી દરમિયાન વિવાદીત નિવેદન આપ્યું હતું. આ નિવેદન બાદ વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, આવા નિવેદન આપવા વાળા લોકોને હું મનથી ક્યારેય માફ નહિં કરૂ.

સંસદમાં આઝાદે પંડિત નહેરૂનો પ્રસંગ વર્ણવ્યો

ત્યારબાદ ગુલામનબી આઝાદે પંડિત નહેરૂ સાથે જોડાયેલો એક પ્રસંગ લોકસભામાં વર્ણવ્યો હતો. આઝાદે કહ્યું કે, 1952માં નહેરૂ વિધાનસભાનાં એક ઉમેદવારનાં પ્રચાર માટે ગયા હતાં. નહેરૂ જ્યારે કાર્યક્રમ સ્થળે પહોંચ્યા તો ત્યાનાં જિલ્લા પ્રમુખે જણાંવ્યું કે અહિં ખોટી વ્યક્તિને ટીકિટ આપવામાં આવી છે. આ શખ્સ પર આરોપો લાગ્યા છે. ત્યારબાદ પંડિત નહેરૂએ જણાંવ્યું કે, આ વિધાનસભા ક્ષેત્રમાં કોઇ અપક્ષ ઉમેદવાર છે, જેની છબી સ્વચ્છ હોય. ત્યારે તેમને કહેવામાં આવ્યું કે હાં એક ઉમેદવાર એવા છે.

ત્યારપછી જવાહરલાલ નહેરૂ મંચ પર ભાષણ આપવા માટે આવ્યા તો તેમણે કહ્યું કે, તેઓ કોંગ્રેસ ઉમેદવાર માટે વોટ માગવા આવ્યા હતાં. પરંતુ તેમને ખબર પડી કે આ ઉમેદવાર લાયક નથી. જેથી હવે તમે આ અપક્ષ ઉમેદવારને વોટ આપજો. ગુલામનબી આઝાદે કહ્યું કે લોકો નહેરૂની સ્વચ્છ પ્રતિભા જોઇને એટલા પ્રભાવિત થયા કે તેમણે તે અપક્ષ ઉમેદવારને વોટ આપીને જીતાડયા.

modi Om Birla

PM મોદી પાસે પણ નહેરૂ જેવી અપેક્ષા

ગુલામનબી આઝાદે કહ્યું હતું કે, અમને વડાપ્રધાન મોદી પાસે પણ આવી જ અપેક્ષા હતી. તેમણે કહ્યું કે ગાંધીજી કોંગ્રેસનાં પ્રમુખ તો હતાં જ, તે સાથે જ તેઓ રાષ્ટ્રપિતા હતાં. આ રાષ્ટ્રપિતાનાં હત્યારાને દેશભક્ત કહેવા વાળા શખ્સ પર કોઇ કાર્યવાહી કેમ નહિ? આ મામલે શું કહી શકાય. ગુલામ નબી આઝાદે કહ્યું કે ભાજપ પાસે હજુ પણ તક છે કે તેઓ આ મામલે 2 ઓક્ટોબર પહેલા કાર્યવાહી કરે. નહિંતર આ દાગ હંમેશા સત્તાધારી પાર્ટી પર લાગેલો રહેશે.

READ ALSO

Related posts

14 મહિનામાં જ કુમારસ્વામીની વિદાય, બળવાખોર ધારાસભ્યો અંગે ભાજપ નેતાએ આપ્યું આ નિવેદન

Riyaz Parmar

કુમારસ્વામીએ રાજ્યપાલ પાસે મળવાનો સમય માગ્યો, કહ્યું- હું એક્સિડેન્ટલ સીએમ હતો

Riyaz Parmar

કુમારસ્વામીની કર્ણાટકમાંથી વિદાઈ, ભાજપ સરકાર બનાવવાનો કરશે દાવો

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!