GSTV
Home » News » લોકસભા ચૂંટણીના પરિણામ આવે તે પૂર્વે, કોંગ્રેસનાં પીઢ નેતાએ આપ્યું મોટું નિવેદન

લોકસભા ચૂંટણીના પરિણામ આવે તે પૂર્વે, કોંગ્રેસનાં પીઢ નેતાએ આપ્યું મોટું નિવેદન

લોકસભાની ચૂંટણી ર૦૧૯નો હવે છેલ્લા તબક્કાનું મતદાન બાકી છે, પરંતુ કોંગ્રેસે બહુમત ન મળવાની સ્થિતીમાં ગઠબંધનનાં સંકેતો આપ્યા છે.  એટલું જ નહી કોંગ્રેસનું કહેવું છેકે, જો તેમને ગઠબંધનમાં પીએમનું પદ નહી મળે તો પણ કોઈ સમસ્યા નથી. ચૂંટણીનું પરિણામ આવે તે પહેલા કોંગ્રેસના નેતા ગુલામ નબી આઝાદે મહત્વનું નિવેદન  આપ્યુ છે.

તેમણે જણાવ્યુ કે, કોંગ્રેસ પીએમ પદ વગર ગઠબંધનની સરકારમાં સામેલ થવા માટે તૈયાર રહેશે. ત્યારે કોંગ્રેસનો એક માત્ર ઉદ્દેશ કેન્દ્રમાંથી મોદી સરકારને હટાવવાનો છે. જેમાં ગુલામ નબીએ કહ્યુ કે, કોંગ્રેસનું સ્ટેન્ડ ક્લિયર છે કે, કોંગ્રેસના પક્ષમાં સરકાર બનશે. ત્યારે અમે તમામ સાથી પક્ષોને સાથે લઈને ચાલવાના છીએ.

ઉલ્લેખનીય છે કે આ પહેલા કોંગ્રેસ નેતા કપિલ સિબ્બલે જણાવ્યુ હતુ કે, કોંગ્રેસને બહુમત નહીં મળે. જેથી કોંગ્રેસ યુપીએના સાથી પક્ષો સાથે ગઠબંધન કરી સરકાર બનાવી  શકે છે. કપિલ સિબ્બલે વધુમાં કહ્યું હતું કે, કોંગ્રેસને ૨૭૨ બેઠક મળશે તો રાહુલ ગાંધીને પીએમ પદ માટે પસંદ કરવામાં આવશે.

READ ALSO

Related posts

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર નહાવાના પાણીમાં ઉમેરી દો આ વસ્તુ, પછી જુઓ કમાલ

Bansari

મોડાસાના બામણવાડ ગામે અનુસૂચિત જાતિના યુવક પર હુમલો, 15 લોકો સામે ફરિયાદ

Nilesh Jethva

જોધપુરમાં 4 વર્ષની બાળકી પડી બોરવેલમાં, એસડીઆરએફની ટીમ પહોંચી મદદે

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!