GSTV
Home » News » દિગ્વીજયસિંહ લઇ શકે છે રાજકારણમાંથી સંન્યાસ, આપ્યા આ સંકેતો

દિગ્વીજયસિંહ લઇ શકે છે રાજકારણમાંથી સંન્યાસ, આપ્યા આ સંકેતો

digvijay singh bhopal

કોંગ્રેસના પીઢ નેતા અને મધ્ય પ્રદેશના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન દિગ્વિજય સિંઘે એક ચૂંટણી સભામાં કહ્યું હતું કે અમે પોલિટિક્સમાં બહુ લાંબી.ઇનિંગ પૂરી કરી. હવે અમેરા રાજકારણમાંથી સંન્યાસ લેવાનો સમય પાકી ગયો છે. કાંતિલાલ ભૂરિયા પણ પોતાની છેલ્લી ચૂંટણી લડી રહ્યા છે. હવે યુવા પ્રતિભાને તક આપવાનો સમય આવી ગયો છે.

ભાજપ મધ્યપ્રદેશ સરકારને ઉથલાવવાના પ્રયાસમાં

અલીરાજ પુરના ગ્રામ બોરી વિસ્તારમાં એક ચૂંટણી સભાને સંબોધતાં દિગ્વિજય સિંઘે કહ્યું કે ભાજપ મધ્ય પ્રદેશ સરકારને ઊથલાવવાના પ્રયાસો થઇ રહ્યા હોવાની અફવા ફેલાવી રહ્યો છે. પરંતુ એ સફળ નહીં થાય. કોંગ્રેસનો એક પણ સભ્ય પક્ષાંતર કરવાનો નથી. તેમણે ઉમેર્યું કે કોંગ્રેસના શાશનમાં પોતાના કાર્યકરોની હત્યા કરાઇ રહી હોવાનો આક્ષેપ ભાજપ કરે છે પરંતુ હત્યારા પકડાય ત્યારે ભાજપના સાથીપક્ષોના નીકળે છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને બજરંગ દળના કાર્યકરો હત્યા કરે છે.

કાંતિલાલ ભૂરિયાની આ છેલ્લી ચૂંટણી

આ માસની 21મીએ ઝાબુઆમાં પેટાચૂંટણી છે, કોંગ્રેસે ત્યાં ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન કાંતિલાલ ભૂરિયાને ઊભા રાખ્યા છે. એમની ચૂંટણી સભાને દિગ્વિજય સિંઘ સંબોધી રહ્યા હતા. તેમણે ભારપૂર્વક કહ્યું હતું કે કાંતિલાલ ભૂરિયાની આ છેલ્લી ચૂંટણી છે. અમારે સંન્યાસ લેવાનો સમય પાકી ગયો છે. હવે યુવા નેતાઓએ પક્ષનું સુકાન સંભાળવાનું છે.

READ ALSO


Related posts

ડોનાલ્ડ ટ્રમ્પની ગુજરાત યાત્રાની તૈયારીઓનો સંપૂર્ણ ખર્ચ કોણ ભોગવશે? ખુદ મુખ્યમંત્રીએ સસ્પેન્સ પરથી ઉઠાવ્યો પડદો

Arohi

ભીડ ભેગી કરવામાં માહેર ભાજપની અગ્નિપરીક્ષા, નેતાઓનું પાણી મપાઇ જશે

Mayur

ડોન રવિ પુજારીને ભારત લાવવાની તૈયારીઓ આખરી ચરણમાં, આજે આવી શકે છે ભારત

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!