GSTV
Gujarat Government Advertisement

વિશ્વભરમાં યોગ દિવસની ઉજવણી વચ્ચે કોંગ્રેસનાં આ નેતાએ કહ્યુ કે, યોગને મીડિયા ઈવેન્ટ બનાવી રહ્યા છે PM મોદી

PM મોદી

Last Updated on June 21, 2019 by Karan

આંતરરાષ્ટ્રીય યોગ દિવસના અવસરે વિશ્વભરમાં શુક્રવારે યોગ કાર્યક્રમનું આયોજન કરાયું હતુ. આ અવસરે વિદેશોમાં સ્થિત ભારતીય એમ્બેસીમાં પણ યોગ કાર્યક્રમોનું આયોજન કરાયુ હતુ. અને મોટી સંખ્યામાં લોકોએ તેમાં ભાગ લીધો હતો.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઝારખંડના રાંચીમાં આયોજીત યોગ દિવસનાં મુખ્ય કાર્યક્રમમાં 40 હજાર લોકો સાથે યોગા કર્યા હતા. યોગા કરતાં પહેલાં પ્રધાનમંત્રીએ કહ્યુ હતુકે, યોગા હંમેશા આપણી સંસ્કૃતિનો હિસ્સો રહ્યા છે. આપણે તેના પ્રસાર માટે આગળ આવવું જોઈએ.

દેશભરમાં આયોજિત યોગ કાર્યક્રમોને લઈને કોંગ્રેસ મહાસચિવ દિગ્વિજય સિંહે ટ્વીટ કરીને પીએમ મોદી ઉપર પ્રહાર કર્યા હતા. તેમણે એક બાદ એક ટ્વીટ કરીને લખ્યુ હતુકે, મોદીજી યોગનો તમે પ્રચાર કરી રહ્યા છો. તેના માટે તમને અભિનંદન પરંતુ યોગ ધ્યાન,પ્રાણાયમ અનેક પ્રકારના હોય છે.અને તે દરેક વ્યક્તિના શરીરની બનાવટ ઉપર નિર્ભર કરે છેકે, કોયુ આસન ધ્યાન પ્રાણાયમ તેના શરીર માટે યોગ્ય રહેશે.

ત્યારબાદ વધુ એક ટ્વીટ કરીને કહ્યુ હતુકે, જે પ્રકારે તમે આને મીડિયા ઈવેન્ટ બનાવી રહ્યા છો. તે પૂર્ણ રીતે અનુચિત છે. દરેક વ્યક્તિએ તેના શરીરની બનાવટના આધારે કોઈ સારા વૈદ્યના માર્ગદર્શનમાં જ યોગ આસન કરવા જોઈએ. નહી તો કોઈ આસન નુકસાન પણ કરી શકે છે. યોગને આયુર્વેદ ઉપચાર સાથે જોડવો જ યોગ્ય રહેશે.

ત્યારબાદ વધુ એક ટ્વીટમાં લખ્યુ, અડવાણી જીએ ઠીક જ કહ્યુ હતુકે, તેમે એક સારા ઈવેન્ટ મેનેજર છો. હું તેમા જોડવા માંગુ છુંકે, તમે એક સારા ઈવેન્ટ મેનેજરની સાથે  બહુજ સારા મીડિયા મેનેજર પણ છો. તમારી સફળતાનું રહસ્ય એ જ છે. હે ને?

અંતિમ ટ્વીટમાં તેમણે કહ્યુ હતુકે, હું છેલ્લાં 40 વર્ષથી યોગ અને પ્રાણાયમ કરુ છુ. શરીરને સ્વસ્થ રાખવા માટે આના કરતાં બીજી કોઈ રીત સારી નથી.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

નારાજ / ઈનકાર છતાં પ્રણવદાનો દીકરો અભિજીત તૃણમૂલમાં જશે, સોનિયાની મામકાંને સાચવવાની નીતિ કોંગ્રેસને ભારે પડશે

Dhruv Brahmbhatt

BIG NEWS / કેજરીવાલના આગમન પૂર્વે જ ગુજરાતમાં રાજકીય હલચલ, મહેસાણા અને સુરતમાં ભાજપને મોટો ઝટકો

Dhruv Brahmbhatt

ભાજપની લીલાઃ ઠાકરેના નામનો વિરોધ કરવા જેનું કટ્ટર વિરોધી હતું એને સન્માન અપાવવા પાડ્યો આ ખેલ

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!