GSTV
Home » News » કોંગ્રેસ નેતા ચિદમ્બરમે કહ્યું કે આ જાગરણ મંચ RBI ગવર્નરને હટાવવા માગે છે

કોંગ્રેસ નેતા ચિદમ્બરમે કહ્યું કે આ જાગરણ મંચ RBI ગવર્નરને હટાવવા માગે છે

કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ કેન્દ્રીય નાણાપ્રધાન પી. ચિદમ્બરમે આશંકા વ્યક્ત કરી છે કે આરબીઆઈના ગવર્નર ઉર્જિત પટેલને તેમના પદ પરથી મોદી સરકાર હટાવવા માંગે છે. તેમણે કહ્યું કે સ્વદેશી જાગરણ મંચ ઉર્જિત પટેલને તેમના પદ પરથી હટાવવા ચાહે છે. તેનો અર્થ છે કે મોદી સરકાર ચાહે છે કે તેઓ ચાલ્યા જાય. રઘુરામ રાજનની સાથે થયેલી ઘટનાનું પુનરાવર્તન થઈ રહ્યું છે.

ચિદમ્બરમે ટ્વિટ કરીને જણાવ્યું છે કે સ્વદેશી જાગરણ મંચે કથિતપણે ભારપૂર્વક કહ્યું છે કે આરબીઆઈના અધિકારીઓએ સંયમ રાખવો જોઈએ અથવા રાજીનામું આપવું જોઈએ. આના પહેલા પણ ચિદમ્બરમ મોદી સરકાર પર આવા મુદ્દાઓ પર નિશાન સાધી ચુક્યા છે.

મહત્વપૂર્ણ છેકે તાજેતરમાં અહેવાલો આવ્યા હતા કે કેન્દ્ર સરકારે આરબીઆઈ એક્ટની કલમ-7 લાગુ કરીને કેન્દ્રીય બેંકને નિર્દેશ જાહેર કર્યો છે. ચિદમ્બરમે આના સંદર્ભે જણાવ્યું હતું કે આ દર્શાવે છે કે સરકાર હતાશ છે અને અર્થવ્યવસ્થા સાથે જોડાયેલા તથ્યોને છૂપાવી રહી છે.

Related posts

સંત અને મૌન એવા મનમોહનસિંહ પણ પાકિસ્તાનને ચટાડવા માગતા હતા ધૂળ, યુદ્ધનો લીધો હતો નિર્ણય

Riyaz Parmar

ડોકટરની બેદરકારીના કારણે યુવકનું મોત થયાનો આરોપ, મામલો પહોંચ્યો પોલીસ સ્ટેશને

Nilesh Jethva

હવે ફ્રિમાં અને ઈન્ટરનેટ વગર વાપરી શકશો ગૂગલની આ સર્વિસ

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!