GSTV

તમને ખબર ના હોય તો કહી દઉં કે આ આમ આદમી પાર્ટી ભાજપે જ ઉભી કરી છે, કોંગ્રેસના દિગ્ગજ નેતાનો બફાટ

congress-leader-c-j-chavda

Last Updated on October 5, 2021 by Dhruv Brahmbhatt

ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસની કારમી હાર થઈ છે અને કોંગ્રેસ નેતા સી.જે. ચાવડાએ હારની ઠીકરું AAP અને EVM પર ફોડ્યું છે. સી.જે. ચાવડાએ આક્ષેપ લગાવ્યો છે કે, ‘સી.આર. પાટીલે આમ આદમી પાર્ટીને પ્રોજેક્ટ કરીને મતો EVM માં નાંખ્યા છે. 10 દિવસ પહેલાં આવેલી આમ આદમી પાર્ટીને કઈ રીતે આટલા મત મળી શકે તેના પર પણ સી.જે ચાવડાએ શંકા વ્યક્ત કરી અને કહ્યું કે, ભાજપે લોકોને શંકા ન જાય એટલા માટે આમ આદમી પાર્ટી ઉભી કરીને મતોનું વિભાજન કર્યું છે. બે દિવસ બાદ પણ બેલેટ પેપરથી ચૂંટણી થાય તો કોંગ્રેસની જીત નક્કી છે. તેઓએ કહ્યું જણાવ્યું કે, હાર માટે કોંગ્રેસ જવાબદાર નથી. કોંગ્રેસના કાર્યકર્તાએએ પુરતું કામ કર્યું છે.

c j chavda

ગાંધીનગર કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપે પ્રચંડ બહુમતી સાથે સત્તા હાંસલ કરી લીધી

અત્રે ઉલ્લેખનીય છે કે, ગાંધીનગર કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપે પ્રચંડ બહુમતી સાથે સત્તા હાંસલ કરી લીધી છે.ગાંધીનગરની 44 બેઠકો પૈકી 41 બેઠકો પર ભાજપે જીત મેળવી છે.કોંગ્રેસને માત્ર 2 અને આમ આદમી પાર્ટીએ સમ ખાવા પૂરતી માત્ર એક બેઠક પર જીત મેળવી છે. ભાજપને 10 વર્ષમાં પહેલી વખત આટલી મોટી બહુમતી મળી છે.

ગાંધીનગર મહાપાલિકાના આઠ વોર્ડમાં તો ભાજપનું બુલડોઝર ફરી વળ્યું અને કોંગ્રેસ-આપના સુપડા સાફ કરીને ક્લિન સ્વિપ મેળવી છે. ગુજરાતમાં પગપેસારો કરવાના સ્વપ્ન જોઈ રહેલી આમ આદમી પાર્ટી માટે આ એક મોટો ફટકો છે.તો કોંગ્રેસ માટે પણ હવે અસ્તિત્વનો સવાલ ઉભો થયો છે.

BJP CONGRESS

ગાંધીનગરની ચૂંટણી માટે 56 ટકા મતદાન થયું હતું

બીજી તરફ ભાજપ પાસે હવે ગુજરાતના તમામ મોટા શહેરોમાં કોર્પોરેશનની સત્તા આવી ચુકી છે. ગાંધીનગરની ચૂંટણી માટે 56 ટકા મતદાન થયું હતું. ભાજપના પ્રમુખ સીઆર પાટીલ તેમજ નવા વરાયેલા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ માટે આ ચૂંટણી પ્રતિષ્ઠાનો વિષય હતી. જો કે આ લિટમસ ટેસ્ટમાં તેઓ પાસ થયા હોવાનુ દેખાઈ રહ્યું છે.

READ ALSO :

Related posts

BIG BREAKING / સેશન્સ કોર્ટનો સૌથી મોટો ચુકાદો, સાંતેજ દુષ્કર્મ અને હત્યા કેસમાં આરોપીને આજીવન કેદ

Dhruv Brahmbhatt

બાપ રે! Omicronના ખતરા વચ્ચે લંડન-એમ્સટર્ડમથી દિલ્હી પહોંચેલા 4 પેસન્જરોનો રિપોર્ટ આવ્યો પોઝિટીવ, હાલ આઈસોલેશનમાં

pratik shah

GST Collection: નવેમ્બરની તુલનામાં તો GST કલેક્શને ઓક્ટોબરનો તોડ્યો રેકોર્ડ, 1.31 લાખ કરોડ રૂપિયાને પાર: મોદી સરકારની તિજોરી તો છલકાઈ…

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!