GSTV
Home » News » કોંગ્રેસ માટે વધુ એક ખરાબ સમાચાર, હરિયાણામાં પણ ડૂબશે નૈયા

કોંગ્રેસ માટે વધુ એક ખરાબ સમાચાર, હરિયાણામાં પણ ડૂબશે નૈયા

હરિયાણા વિધાનસભાની ચૂંટણી પૂર્વેજ હરિયાણા કોંગ્રેસમાં તિરાડો પડવાના અણસાર મળવા લાગ્યા હતા. 

બસપા નેતા અને ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન માયાવતી સાથે હરિયાણા કોંગ્રેસના પ્રમુખ શૈલજા કુમારી અને ભૂપેન્દ્ર સિંઘ હુડ્ડાએ બેઠક યોજી હતી. એને કારણે હરિયાણા કો્ંગ્રેસના ભૂતપૂર્વ પ્રમુખ અશોક તંવર ખાસ્સા નારાજ થયા હતા. તેમણે કહ્યું હતું કે માયાવતી સાથે કોંગ્રેસે જોડાણ કરવાની કોઇ જરૂર નથી. કોંગ્રેસ પોતાની તાકાત પર વિધાનસભાની ચૂ્ંટણી જીતી શકે છે. બસપા દરેક ચૂંટણી સાથે પોતાના પાયા ગુમાવી રહ્યો છે. એની સાથે જોડાણ કરવાથી તો આપણને વધુ નુકસાન થવાની  પૂરી શક્યતા છે. 

જો કે શૈલજા કુમારી અને હુડ્ડાએ માયાવતી સાથે કોઇ ગુપ્ત બેઠક યોજી હોવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો હતો. અત્રે એ યાદ રહે કે ગયા શુક્રવારે બેઠકોની વહેંચણીના મુદ્દે ખેંચતાણ થયા બાદ માયાવતીએ જનનાયક જનતા પક્ષ સાથેના જોડાણને રદ કર્યુ્ં હતું અને કોંગ્રેસને ફીલર્સ મોકલ્યા હતા.

તંવરે એક અંગ્રેજી અખબારને આપેલી મુલાકાતમાં સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે માયાવતી સાથે જોડાણ કરવાથી તો કોંગ્રેસ પોતાના મતદારોને નારાજ કરશે અને જીતવાની શક્યતા ઘટી જશે.

READ ALSO

Related posts

ફિલ્મ 83′ થી રિલીઝ થયું અભિનેતા સાહિલ ખટ્ટરનું નવું પોસ્ટર, જુઓ તેનાં PHOTOS

pratik shah

અમદાવાદ-મુંબઈ વચ્ચે શરૂ થયેલી તેજસ ટ્રેનનું આટલું છે ભાડું અને આવી મળશે સુવિધા

Nilesh Jethva

20 જાન્યુઆરીએ PM મોદી કરશે ‘પરીક્ષા પર ચર્ચા’, જાણો કેટલાં વાગે શરૂ થશે કાર્યક્રમ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!