અમદાવાદને કર્ણાવતી બનાવવા મુદ્દે કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડીયાનું પ્રથમ નિવેદન

અમદાવાદનું નામ બદલી કર્ણાવતી કરવાના મામલેરાજકારણમાં ગરમાવો આવ્યો છે. કોંગ્રેસે આ મામલે ગુજરાત તેમજ કેન્દ્રની ભાજપ સરકારને આડે હાથ લીધી. કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયાએ અમદાવાદનું કર્ણાવતી કરવાની બાબતને ભાજપનો ચૂંટણી સ્ટંટ ગણાવ્યો. અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું કે ભાજપની સરકાર પોતાની નિષ્ફળતાઓ પ્રત્યે પ્રજાજનોનું ધ્યાન ભટકાવવા માટે ફરી અમદાવાદનું કર્ણાવતી નામ કરવાનો મુદ્દો ઉછાળી રહી છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter