GSTV
Home » News » ભાજપનાં સંમેલનમાં કોંગ્રેસનાં નેતા મંચ પર દેખાયા, ભાજપનાં પૂર્વ ધારાસભ્યની બાદબાકી

ભાજપનાં સંમેલનમાં કોંગ્રેસનાં નેતા મંચ પર દેખાયા, ભાજપનાં પૂર્વ ધારાસભ્યની બાદબાકી

mehsana lok sabha bethak

તાજેતરમાં ભાજપે પોતાનાં 16 ઉમેદવારોનાં નામ જાહેર કર્યા છે. જો કે વિવાદીત અને તણાવભરી સ્થિતી છે, તેવી બેઠકો ભાજપ માટે માથાનાં દુખાવા સમાન સાબિત થઇ છે. એક તરફ સુરેન્દ્રનગર સીટ પર ચાલુ સાંસદની ટિકીટ કપાતા તેઓ નારાજ થયા છે. બીજી તરફ મહેસાણા લોકસભા બેઠક પર ભાજપ માટે દાવાનળ ફાટ્યો છે. મહેસાણા બેઠક પર ઉમેદવારની ઘોષણા ઘોંચમાં પડી છે. તેવામાં મહેસાણા ખાતે યોજાયેલા ભાજપનાં વિજય સંકલ્પ સંમેલનમાં સ્થાનિક કદાવર નેતા અને પૂર્વ ધારાસભ્ય નારાયણ લલ્લુ પટેલની ગેરહાજરી ઉડીને આંખે વળગી હતી.

લોકસભાની ચૂંટણીમાં વિજય પ્રાપ્ત કરવા માટે મહેસાણામાં ભાજપે વિજય સંકલ્પ સંમેલનનું આયોજન કર્યુ છે. મહેસાણાના ખાનગી પાર્ટી પ્લોટમાં આયોજીત વિજય સંકલ્પ સંમેલન માટે ભાજપે બે સ્ટેજનું નિર્માણ કર્યુ છે. જેમાંથી એક સ્ટેજ ચૂંટાયેલી પાંખ સહિતના હોદેદારો માટે તૈયાર કરાયુ છે. જ્યારે બીજુ સ્ટેજ સીએમ સહિતના ધારાસભ્યો માટે તૈયાર કરાયુ હતું.

નોંધનીય છે કે આ સ્ટેજ પર જીવા પટેલ અને અમિત ચૌધરીને સ્થાન અપાયુ છે. જ્યારે આશા પટેલ, જયશ્રી પટેલ, રજની પટેલ, ખોડભાઇ પટેલ સહિતના ભાજપના હોદેદારો પણ સ્ટેજ પર છે. તો ઉંઝાના પૂર્વ ધારાસભ્ય નારાયણ પટેલ અને તેમના પુત્ર ગૌરાંગ પટેલની આ કાર્યક્રમમાં સૂચક ગેરહાજરી જોવા મળી છે.

મહત્વનું છે કે ઉંઝા બેઠકનાં કોંગ્રેસી મહિલા ધારાસભ્ય ડો.આશા પટેલ પક્ષ છોડી ભાજપમાં જોડાયા હતાં તેમજ ધારાસભ્ય પદેથી રાજીનામુ આપ્યું હતું. આશા પટેલને ભાજપમાં સામલ થતા જ નારાયણ પટેલ જૂથ નારાજ થયું હતું.

આગામી સમયમાં જાહેર થનારી પેટા ચૂંટણીમાં ભાજપ આશા પટેલને ટીકિટ આપે તેવી શક્યતા છે. તેમજ એશિયાનાં સૌથી મોટા માર્કેટીંગ યાર્ડમાં પણ નારાયણ પટેલ જૂથનો જાદુ ઓસરતો જાય છે. તેવામાં નારાયણ પટેલ અને તેમનાં પુત્ર ગૌરાંગ પટેલ ભાજપનાં કાર્યક્રમોમાંથી ગાયબ થઇ જતા,ચર્ચાનું કેન્દ્ર બન્યા છે.

READ ALSO  

Related posts

સુરત : હજાર કરોડનું બીલિંગ કૌભાંડ આવ્યું સામે, ચાર લોકોની કરાઇ ધરપકડ

Path Shah

સુરતના તાતીથૈયા ગામે ગેસનો બાટલો ફાટતા પાંચ લોકોના મોત, પરિવારમાં માતમ

Nilesh Jethva

આખાબોલા ભાજપી નેતા અને સાંસદ સુબ્રમણ્યમ સ્વામી વિરૂદ્ધ અમદાવાદમાં બદનક્ષીની ફરિયાદ

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!