GSTV

રાજકારણ ગરમાયું / કોંગ્રેસ નેતાનું મોટું નિવેદન : રાજ્યના CM બદલાઈ શકે છે, જાણો કોને સોંપાઇ શકે મુખ્યમંત્રીનું પદ

Last Updated on August 1, 2021 by Dhruv Brahmbhatt

આજે રાજ્યમાં ગુજરાત પ્રદેશ ભાજપ સંગઠન મહામંત્રી તરીકે ભીખુ દલસાણિયાની જગ્યાએ રત્નાકરની નિમણૂંક કરવામાં આવી છે. રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી નડ્ડા દ્વારા આ અંગે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યારે પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડાએ મોટું નિવેદન આપ્યું છે. અમિત ચાવડાએ નિવેદન આપતા જણાવ્યું કે, ‘CMને વિદાય કરવાના ભાગરૂપે આ ઉજવણી થઇ રહી છે. રાજ્યના CM બદલાઈ શકે છે. ભીખુ દલસાણિયાને CM બનાવાઈ શકે છે.’ જો કે તમને જણાવી દઇએ કે, અમિત ચાવડાના નિવેદનથી ગુજરાતનું રાજકારણ ગરમાયું છે.

વધુમાં તેઓએ જણાવ્યું કે, ‘ભીખુભાઈની સેવાઓની પાર્ટી કદર કરશે અને તેમને મોટી જવાબદારી સોંપી શકે છે. તો પહેલાં ભાઉને પ્રદેશ પ્રમુખ બનાવ્યાં હવે બિહારથી રત્નાકરને લાવ્યાં છે.’ ઉલ્લેખનીય છે કે, ગુજરાત પ્રદેશ ભાજપના સંગઠન મહામંત્રી તરીકે રત્નાકરની નિયુક્તિ કરવામાં આવી છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી નડ્ડાએ સંગઠન મહામંત્રી તરીકે નિયુક્તિ કરી છે. સંગઠન મંત્રી તરીકે રત્નાકરની નિમણૂંક કરવામાં આવી છે.

This image has an empty alt attribute; its file name is IMG-20210801-WA0001.jpg

રત્નાકર ઉત્તરપ્રદેશના દેવરિયાના વતની છે

મહત્વનું છે કે, અત્યાર સુધી આ પદ પર ભીખુ દલસાણિયા હતાં. તમને જણાવી દઇએ કે, ઘણાં સમય પછી આ પદ પર કોઇ નવા ચહેરાની નિમણૂંક કરવામાં આવી છે. તેઓ ઉત્તરપ્રદેશના દેવરિયાના વતની છે અને ઉત્તરપ્રદેશ તથા બિહારમાં ખૂબ મોટી સફળ કારકિર્દી ધરાવે છે.

ભીખુભાઇ દલસાણીયાને કોઈ અન્ય જવાબદારી સોંપવામાં આવી શકે

જો કે અહીં મહત્વની બાબત એ પણ છે કે, ભીખુભાઇ દલસાણીયાને કોઈ અન્ય જવાબદારી સોંપવામાં આવી શકે છે. મહત્વનું છે કે, ભાજપની હાઈ કમિટી દ્વારા આ આ નિર્ણય લેવામાં આવ્યો છે. તમને જણાવી દઇએ કે, રત્નાકરજી આ પહેલાં પણ અનેક જવાબદારી નિભાવી ચૂક્યાં છે. આગામી 2022 ની ચૂંટણીને ધ્યાનમાં રાખીને આ ફેરફાર કરાયો હોવાનું માનવામાં આવી રહ્યું છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

Big Breaking / વડાપ્રધાન મોદીના જન્મદિવસે ભારતની અનોખી સિદ્ધિ, રસીકરણમાં ચીનને પછાડી ભારતે બનાવ્યો વિશ્વવિક્રમ

Zainul Ansari

વિકાસ / ગુજરાતને મળશે વિશ્વનો સૌથી મોટો દિલ્હી મુંબઈ ગ્રીન હાઇવે, વડોદરાથી મુંબઈ પહોંચશે માત્ર 3 કલાકમાં

Pritesh Mehta

GST Council Meeting / ઘણી જીવન રક્ષક દવાઓને GSTમાંથી મુક્તિ, પેટ્રોલ-ડીઝલ પર લીધો આ નિર્ણય

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!