જયારે ટ્રમ્પ અને પીએમ મોદીના આગમનની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે ત્યારે વિપક્ષ નેતા અજુન મોઢવાડિયાએ સરકાર પર આકરા પ્રહાર કર્યા છે અને કહ્યું કે ટ્રમ્પ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે ત્યારે ટ્રમ્પને સાચું અમદાવાદ બતાવવું જોઈએ. ના કે ખોટો ભપકો બતાવવો જોઈએ.
ટ્રમ્પની મુલાકાતથી ગુજરાતને શું ફાયદો ?
સાથે જ ટ્રમ્પના સ્વાગત માટે જે સમિતિ બનાવવામાં આવી તેના પર પણ સવાલો કર્યા છે. તેમજ ટ્રમ્પની મુલાકાતથી ગુજરાતને શું ફાયદો થશે તે વિષે પણ સરકાર મુંઝવણમાં છે. અને કંઈ જણાવી રહી નથી કે ટ્રમ્પના પ્રવાસ દરમિયાન કેટલા કરાર કરવામાં આવશે.

આ ઈવેન્ટ ફોટો ઈવેન્ટ ન હોવી જોઈએ
રોડ શોમાં સીએમ રૂપાણીને અમદાવાદ દેખાડવામાં માટે સાથે રહેવું જોઈએ તેવો ટોણો પણ માર્યો છે. તેમજ સાત લાખ લોકોને ભેગા કરવા મુદ્દે પણ સરકારની ઠેકડી ઉડાવી ધારદાર પ્રશ્નો કર્યા છે. અને કહ્યું કે આ ઇવેન્ટ ફક્ત ફોટો ઇવેન્ટ ના હોવી જોઈએ.
READ ALSO
- અમદાવાદ/ અંદાજીત 40 સીબીએસઇ સ્કૂલો આજથી શરૂ, વાલીઓના પ્રવેશ પર મનાઇ: ગાઇડલાઇનનુ પણ સંપૂર્ણ પાલન
- હેવાનિયત/ કિશોરીનું અપહરણ કરી નરાધમોએ બે વાર ગુજાર્યો ગેંગરેપ, યુપીમાં પાંચ વર્ષની બાળકી પર દુષ્કર્મ
- IRFC, INDIGO PAINTSનો આ સપ્તાહમાં ખુલશે IPO, જાણો મહત્વની વાતો
- ઉત્તર ભારત ઠુંઠવાયુ: આ રાજ્યમાં ઠંડીએ સાત વર્ષનો રેકોર્ડ તોડ્યો, અહીં ભરશિયાળે ધમધોકાર વરસાદ
- ખેડૂત આંદોલન: ટ્રેક્ટર પરેડ માટે ‘લક્ષ્મણ રેખા’, સુપ્રીમ કોર્ટમાં આજની સુનાવણી પર રહેશે નજર