GSTV
Home » News » ‘અરે જમ્મુ કાશ્મીરના રાજ્યપાલને તો ભાજપના પ્રદેશ અધ્યક્ષ બનવું જોઈએ’ : રંજન ચૌધરીનો કટાક્ષ

‘અરે જમ્મુ કાશ્મીરના રાજ્યપાલને તો ભાજપના પ્રદેશ અધ્યક્ષ બનવું જોઈએ’ : રંજન ચૌધરીનો કટાક્ષ

લોકસભામાં કોંગ્રેસ સંસદીય દળના નેતા અધીર રંજન ચૌધરીએ જમ્મુ કાશ્મીરના રાજ્યપાલ સત્યપાલ મલિક પર કટાક્ષ કર્યો છે. અધીર રંજન ચૌધરીએ કહ્યું કે જમ્મુ કાશ્મીરના રાજ્યપાલને ત્યાંના ભાજપના પ્રદેશ અધ્યક્ષ બનવું જોઈએ. રંજનના આક્ષેપ મુજબ સત્યપાલ મલિકના વ્યવહારની સાથે સાથે તેમના નિવેદન પણ ભાજપના નેતા જેવા હોય છે. આ પહેલાં સત્યપાલ મલિકે રાહુલ ગાંધીની કાશ્મીર યાત્રા પર નિશાન સાધ્યું હતું. તેઓએ કહ્યું હતું કે હાલ અહીં તેમની કોઈ જરૂર નથી, તેમની જરૂર ત્યારે હતી જ્યારે તેમના પક્ષના લોકો કાશ્મીર મુદ્દે સંસદમાં બોલી રહ્યાં હતા.

જણાવી દઈએ કે રંજન ચૌધરીનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે રાહુલ ગાંધી સહિતના નેતાઓને શ્રીનગર એરપોર્ટ પરથી જ પરત મોકલી દેવામાં આવ્યા હતા. જેની કોંગ્રેસે આકરી ટીકા કરી હતી.

READ ALSO

Related posts

મહારાષ્ટ્ર ચૂંટણી: સીટોની વહેંચણી મુદ્દે અવઢવ, શું ભાજપનો નિર્ણય શિવસેના માન્ય રાખશે?

Riyaz Parmar

પંકજ અડવાણીએ જીત્યું વિશ્વ બિલિર્ડ્સ ચેમ્પિયનશિપનું ટાઈટલ, 22મીં વખત બન્યા વર્લ્ડ ચેમ્પિયન

GSTV Desk

22 વર્ષ પહેલા ગુમ થયો હતો માણસ, ગુગલની મદદથી મળી લાશ

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!