GSTV
Ahmedabad ગુજરાત ટોપ સ્ટોરી

કોંગ્રેસના ડિજિટલ કેમ્પઈનમાં કાર્યકરોને જ ભરોસો નહીં, વળતાં પાણી

કોંગ્રેસ

આમ આદમી પાર્ટીની ગુજરાતમાં ભારે સક્રિયતાને પગલે ભાજપ તો દોડતો થઈ જ ગયો છે પણ કોંગ્રેસે પણ સક્રિય થવું પડ્યું છે. કોંગ્રેસે પોતાનું ડિજિટલ કેમ્પેઈન લોંચ કરીને વિધાનસભાની ચૂંટણીના પ્રચારના શ્રીગણેશ કર્યા છે. કોંગ્રેસના મુખ્ય ચૂંટણી નીરિક્ષક અશોક ગહેલોતે કોંગ્રેસનું ડિજીટલ કેમ્પેઈન લોન્ચ કર્યું છે.

કોંગ્રેસ

આ ઉપરાંત કોંગ્રેસે લોકોનો સંપર્ક કરવા માટે જનસંપર્ક અભિયાન પણ શરૂ કર્યું છે. ગેહલોતે કરેલી જાહેરાત પ્રમાણે ગુજરાતના દરેક વિસ્તારમાં કોગ્રેસની ટીમ જશે અને લોકોની વાત સાંભળશે. આ રિપોર્ટના આધારે કોંગ્રેસ ચૂંટણી ઢંઢેરો બનાવશે.

કોંગ્રેસે ડિજિટલ કેમ્પેઈન તો લોંચ કર્યું પણ કોંગ્રેસના નેતાઓને જ ડિજિટલ કેમ્પેઈન કેટલું સફળ થશે તેમાં શંકા છે. કોંગ્રેસના નેતાઓનું કહેવું છે કે, ભાજપ અને આમ આદમી પાર્ટી અત્યંત આક્રમકતાથી ડિજિટલ પ્રચાર કરી રહ્યાં છે. સોશિયલ મીડિયા પર મારો ચલાવી રહ્યાં છે જ્યારે કોંગ્રેસની સોશિયલ મીડિયા ટીમ સાવ ઢીલી છે. આ સંજોગોમાં ડિજિટલ કેમ્પેઈન કેટલું અસરકારક નિવડશે એ સવાલ છે. લોકો કોંગ્રેસને ગંભીરતાથી લેતા નથી ત્યારે જનસંપર્કની ક્વાયતની સફળતા વિશે પણ કોંગ્રેસીઓને શંકા છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય સમાચાર.

READ ALSO

Related posts

જેતપુર/સાડીનાં કારખાનામાંથી  પરપ્રાંતીય મહિલાનો મૃતદેહ મળી આવ્યો, પતિએ હત્યા કરી હોવાની આશંકા

pratikshah

પ્રધાનમંત્રીએ ઉત્તરાખંડના પૌરીમાં બસ દુર્ઘટનામાં થયેલી જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો

Hemal Vegda

હર્ષદ રીબડીયાના રાજીનામાને લઈ જીલ્લા કોંગ્રેસમાં હડકંપ, વીસાવદરમાં કોંગ્રેસને નવા ચહેરાની શોધ

pratikshah
GSTV