GSTV

કૃષિ બિલના વિરોધમાં કોંગ્રેસના ધરણા, કલેક્ટર કચેરીની કૂચ પહેલા નેતા અને કાર્યકર્તાઓની અટકાયત

દેશની રાજધાની દિલ્હીમાં હાલ રાજ્ય ભરના ખેડૂતો કૃષિ બિલ અંગેના કાળા કાયદાનો વિરોધ કરી રહ્યા છે, ત્યારે બીજી તરફ આ કાયદાના પડઘા અમદાવાદમાં પડ્યા હતા. ઉલ્લેખનીય છે કે અમદાવાદ શહરે માં કોંગ્રેસ દ્વારા કૃષિ બિલના વિરોધમાં ધરણા કરવામાં આવ્યા. કોંગ્રેસ દ્વારા દિલ્હીમાં ખેડૂતો દ્વારા કરવામાં આવેલા આંદોલનને સમર્થન આપવામાં આવ્યુ છે.

નોંધપાત્ર છે કે કોંગ્રેસના વિરોધના પગલે ગાંધીઆશ્રમ પાસે પોલીસનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. કોંગ્રેસના કાર્યકરો દ્વારા દેખાવો કરવામાં આવતા પોલીસે  કલેક્ટર કચેરીની કૂચ પહેલા કોંગ્રેસના નેતા અને કાર્યકર્તાઓની અટકાયત કરી હતી.

પોલીસે  કલેક્ટર કચેરીની કૂચ પહેલા કોંગ્રેસના નેતા અને કાર્યકર્તાઓની અટકાયત કરી

તો આ તરફ ગાંધીનગરમાં પણ કોંગ્રેસ દ્વારા ખેડૂતોના આંદોલનને સમર્થન આપવામાં આવ્યુ. ગાંધીનગરમાં કોંગ્રેસ દ્વારા દેખાવો કરવામાં આવ્યો.  કોંગ્રેસનું કહેવું છે કે, મોદી  સરકારના રાજમાં ખેડૂતોને નુકસાન થઈ રહ્યુ છે. જેથી ખેડૂતો દ્વારા કૃષિ બિલનો વિરોધ કરવામાં આવી રહ્યો છે.

READ ALSO

Related posts

વેક્સિનેશન બાદ જો થશે આડઅસરો તો વળતર આપશે Bharat Biotech, કંપનીએ કરી આ મોટી જાહેરાત

Ali Asgar Devjani

પ્રથમ દિવસે ના પૂર્ણ થયો વેક્સિન લગાવવાનો ટાર્ગેટ, 1.91 લાખ લોકોને જ લગાવવામાં આવ્યા ડોઝ

Ali Asgar Devjani

ઈતિહાસના પાને નોંધાઈ જશે આજનો દિવસ/ રસીકરણનો પ્રથમ દિવસ સફળ રહ્યો, આજે આટલા લોકોને અપાઈ કોરોનાની રસી

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!